Budget Foreign Tour: સામાન્ય રીતે જ્યારે પણ વિદેશ પ્રવાસની(Travel) વાત આવે ત્યારે લોકોના મનમાં થાઇલેન્ડ અથવા માલદીવ જેવા લોકપ્રિય દેશોના નામ સૌથી પહેલા આવે છે, જ્યાં ભારતીયો લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ વિશ્વમાં કેટલાક એવા પણ સુંદર દેશો છે જ્યાં ભારતીય રૂપિયાનું મૂલ્ય સ્થાનિક કરન્સી સામે ઘણું વધારે છે. ટ્રાવેલ એક્સપર્ટ્સના મતે, આ દેશો કુદરતી સુંદરતાથી ભરપૂર હોવાની સાથે તમારા ખિસ્સાને પરવડે તેવા છે અને તમારી મુસાફરીને હંમેશા માટે યાદગાર બનાવી શકે છે.
1.વિયેતનામ (Vietnam)
ભારતીય પ્રવાસીઓ (Travel)માટે વિયેતનામ હાલમાં ખૂબ જ ઝડપથી લોકપ્રિય ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. વર્ષ 2024માં અંદાજે 5 લાખ ભારતીય પ્રવાસીઓ(Travel) વિયેતનામ પહોંચ્યા હતા, જ્યારે વર્ષ 2026ના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં જ આ આંકડો લગભગ 1.58 લાખ પ્રવાસીઓ સુધી પહોંચી ગયો હતો. વિયેતનામની સત્તાવાર કરન્સી વિયેતનામી ડોંગ (VND) છે. અહીં ભારતના માત્ર 500 રૂપિયાના બદલામાં આશરે 1,39,532 વિયેતનામી ડોંગ મળે છે, જેના કારણે ખૂબ જ ઓછા બજેટમાં વૈભવી પ્રવાસનો આનંદ માણી શકાય છે.
2. ઇન્ડોનેશિયા (Indonesia)
ઇન્ડોનેશિયા પણ ભારતીય પ્રવાસીઓમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે, ખાસ કરીને અહીં આવેલું ‘બાલી’ તેના સુંદર બીચ અને લક્ઝરી રિસોર્ટ્સ માટે વિશ્વભરમાં જાણીતું છે. ઇન્ડોનેશિયાની સત્તાવાર કરન્સી ઇન્ડોનેશિયન રૂપિયા (IDR) છે. જો તમે અહીં પ્રવાસનું આયોજન કરો છો, તો ભારતના 500 રૂપિયા અહીં અંદાજે 91,741 ઇન્ડોનેશિયન રૂપિયા બરાબર બને છે, જેથી પ્રવાસીઓ પોતાના બજેટમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ માણી શકે છે.
3. કંબોડિયા (Cambodia)
વર્ષ 2024માં અંદાજે 75 હજાર જેટલા ભારતીય પ્રવાસીઓએ(Travel) કંબોડિયાની મુલાકાત લીધી હતી. આ દેશ પોતાના ભવ્ય ઇતિહાસ અને વિશ્વપ્રસિદ્ધ ‘અંગકોર વાટ’ મંદિર માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. કંબોડિયાની સત્તાવાર કરન્સી કંબોડિયન રિયાલ (KHR) છે. કરન્સીના મૂલ્યની દૃષ્ટિએ જોઈએ તો ભારતના 500 રૂપિયા અહીં આશરે 21,325 કંબોડિયન રિયાલ બરાબર થાય છે, જે બજેટ ટ્રાવેલર્સ માટે ઉત્તમ વિકલ્પ છે.
4. ઉઝબેકિસ્તાન (Uzbekistan)
જો તમને પ્રાચીન ઇતિહાસ અને અદભુત ઇસ્લામિક આર્કિટેક્ચર જોવાનો શોખ હોય, તો ઉઝબેકિસ્તાન તમારા માટે શ્રેષ્ઠ સ્થળ સાબિત થશે. અહીંની રાજધાની તાશકંદ અને ઐતિહાસિક શહેર સમરકંદ પ્રવાસીઓને એક અનોખો અને અવિસ્મરણીય અનુભવ કરાવે છે. ઉઝબેકિસ્તાનની સત્તાવાર કરન્સી ઉઝબેકિસ્તાની સોમ (UZS) છે. આ દેશમાં ભારતના 500 રૂપિયાની કિંમત લગભગ 64,067 ઉઝબેકિસ્તાની સોમ જેટલી થાય છે.
5. શ્રીલંકા (Sri Lanka Travel)
ભારતનો પડોશી દેશ શ્રીલંકા તેની અદ્ભુત કુદરતી સુંદરતા, રામાયણ કાળના ઐતિહાસિક સ્થળો અને શાંત દરિયા કિનારા માટે જાણીતો છે. શ્રીલંકાની સત્તાવાર કરન્સી શ્રીલંકન રૂપિયા (LKR) છે. અહીં ભારતના 500 રૂપિયાના બદલામાં અંદાજે 1,697 શ્રીલંકન રૂપિયા મળે છે. નજીકનું અંતર અને ઉચ્ચ કરન્સી મૂલ્યના કારણે ભારતીયો માટે શ્રીલંકા સૌથી સસ્તો અને પર્ફેક્ટ વિદેશ પ્રવાસ માનવામાં આવે છે.
આ પણ વાંચો: ભારતની આસ્થા અને પર્યટનનો સંગમ: 5 રાજ્યોમાંથી પસાર થતી ગંગા નદીની અદભૂત સફર
આ પણ વાંચો: ભારતના આ 5 નેશનલ પાર્કમાં માણો બોટ સફારી, મગરના જન્મથી લઈને તરતા વાઘ સુધીનો રોમાંચ
આ પણ વાંચો: કાશી વિશ્વનાથના દર્શન સાથે માણો પ્રકૃતિનો નજારો, જાણો વારાણસીના બેસ્ટ પિકનિક સ્પોટ્સ વિશે





