એમસ્ટર્ડમઃ પીએમ મોદી નેધરલેન્ડની મુલાકાતે ગયા છે. દરમિયાન ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસર (Kalpsar)ના વૈશ્વિક રોલ મોડેલ સમાન ઐતિહાસિક અફસ્લુઈટડીક (Afsluitdijk Dam) ની વિશેષ સમીક્ષા કરી. ભારત અને નેધરલેન્ડ્સે ગુજરાતના મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ પર ટેકનિકલ સહયોગ માટે લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) ની આપ-લે કરી,* જે જળ વ્યવસ્થાપન અને માળખાગત વિકાસમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવશે.
Kalpsar માટે પીએમ મોદીનું મહત્વનું પગલું
કલ્પસર (Kalpsar) પ્રોજેક્ટ માટે હોલેન્ડના 32 કિમી લાંબા આ ડચ ડેમની ટેકનિકલ શ્રેષ્ઠતા અને નવીન ઊર્જાના મોડેલનો અભ્યાસ ખૂબ મહત્વનો છે, જે ખારા પાણીના અખાતને મીઠા પાણીના વિશાળ જળાશયમાં રૂપાંતરિત કરવા માટે વિશ્વભરમાં છે પ્રખ્યાત નેધરલેન્ડની આ અદ્યતન એન્જિનિયરિંગ કુશળતા ગુજરાતના મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ માટે માર્ગદર્શક બનશે.
ખંભાતના અખાત નજીક મીઠા પાણીનું વિશાળ જળાશય અને ડેમ બનાવવાની યોજનાને મળશે નવો વેગ કલ્પસર પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ખંભાતના અખાત દ્વારા સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જોડવાનો છે અને સાથે સાથે એક વિશાળ મીઠા પાણીનો જળાશય બનાવવાનો છે.

કલ્પસર માટે ભારત-હોલેન્ડની થશે ભાગીદારી
નેધરલેન્ડના રાજદૂત મારિસા ગેરાર્ડ્સની ગુજરાત મુલાકાત દરમિયાન 30 માર્ચ 2026ના રોજ CM ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠકમાં કલ્પસર યોજના અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરીને ‘Indo-Dutch’ નિષ્ણાત જૂથની રચના અને G2G ભાગીદારી બાબતે ચર્ચા થઈ હતી. નેધરલેન્ડ્સ તેના વિશ્વ પ્રખ્યાત ‘Afsluitdijk’ ડેમ પ્રોજેક્ટના 90થી વધુ વર્ષોના મેનેજમેન્ટના અનુભવ અને નિપુણતાનો લાભ ભારતને આપશે. ડચ કુશળતા અને તકનીકી સહાય પાણી ક્ષેત્રમાં બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવી શકે છે.
