Relationship News/ પત્નીઓને બાળકો કરતા પતિ તરફથી મળે છે વધુ સ્ટ્રેસ, જાણો આ ચોંકાવનારી સ્ટડીમાં શું થયું જાહેર

એક નવા સર્વેમાં ખુલાસો થયો છે કે 46% મહિલાઓ બાળકો કરતા તેમના Husband ના કારણે વધુ તણાવ અનુભવે છે. જવાબદારીઓની અસમાન વહેંચણી અને ઇમોશનલ સપોર્ટનો અભાવ આ પાછળના મુખ્ય કારણો છે. વાંચો આ વિશેષ અહેવાલ.

Trending Tips & Tricks Lifestyle Relationships
Husband

Husbands cause more stress to wives study: ઘર, પરિવાર, ઓફિસ અને સામાજિક જવાબદારીઓ વચ્ચે પીસાતી સ્ત્રીઓ માટે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે બાળકોના ઉછેર, તેમની ભણતરની ચિંતા અને તોફાનને કારણે માતાઓ સૌથી વધુ તણાવમાં રહે છે. પરંતુ, તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં જે સત્ય બહાર આવ્યું છે તે જાણીને તમે દંગ રહી જશો. આ સ્ટડી મુજબ, સ્ત્રીઓને તેમના બાળકો કરતા પણ વધુ માનસિક સ્ટ્રેસ તેમના પતિ તરફથી મળે છે.

શું કહે છે આ ચોંકાવનારી સ્ટડી?

અમેરિકામાં અંદાજે 7,000થી વધુ મહિલાઓ પર કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું કે, સરેરાશ માતાઓનો સ્ટ્રેસ લેવલ 10માંથી 8.5 જેટલો ઊંચો રહે છે. આમાંથી લગભગ 46% માતાઓએ સ્પષ્ટપણે કબૂલાત કરી છે કે તેમના બાળકો કરતાં તેમના પતિ તેમના તણાવનું મુખ્ય કારણ બને છે. મહિલાઓનું કહેવું છે કે બાળકોના તોફાન સહન થઈ જાય છે, પરંતુ પતિનો વ્યવહાર ઘણીવાર મુશ્કેલી વધારી દે છે.

Husband

શા માટે Husband બને છે સ્ટ્રેસનું કારણ?

આ અભ્યાસમાં મહિલાઓના તણાવ પાછળના કેટલાક મુખ્ય કારણો પણ સામે આવ્યા છે:

જવાબદારીઓની અસમાન વહેંચણી: 75% મહિલાઓનું માનવું છે કે ઘરકામ અને બાળકોની સંભાળની પ્રાથમિક જવાબદારી માત્ર તેમના જ ખભા પર છે. જ્યારે પતિ ઘરકામમાં હાથ નથી વટાવતા ત્યારે પત્નીઓ પોતાને એકલી અને અસહાય અનુભવે છે.

પતિ નહીં પણ ‘મોટું બાળક’: ઘણી મહિલાઓએ જણાવ્યું કે તેમને એવું લાગે છે કે તેઓ પતિ સાથે નહીં પણ એક ‘એક્સ્ટ્રા મોટા બાળક’ સાથે રહી રહી છે. જેની નાની-નાની વસ્તુઓનું પણ ધ્યાન પત્નીએ જ રાખવું પડે છે.

ઇમોશનલ સપોર્ટનો અભાવ: દરેક સ્ત્રી અપેક્ષા રાખે છે કે મુશ્કેલ સમયમાં તેનો પતિ તેને માનસિક ટેકો આપે. પરંતુ જવાબદારીઓના બોજ હેઠળ જ્યારે ઇમોશનલ સપોર્ટ નથી મળતો, ત્યારે સ્ત્રીનો તણાવ બમણો થઈ જાય છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ: કોર્ટિસોલ લેવલ અને ઘરકામ

વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો, જ્યારે પત્નીઓ ઘરનું કામ કરતી હોય છે ત્યારે પુરુષોમાં ‘કોર્ટિસોલ’ (સ્ટ્રેસ હોર્મોન)નું સ્તર ઓછું થાય છે કારણ કે તેમને આરામ મળે છે. તેનાથી વિપરિત, જ્યારે પતિ(Husband) ઘરકામમાં મદદ કરે છે, ત્યારે જ મહિલાઓમાં કોર્ટિસોલ લેવલ નીચે આવે છે. આ તફાવત દર્શાવે છે કે પુરુષો માટે ઘર આરામનું સ્થળ છે, જ્યારે સ્ત્રીઓ માટે તે જવાબદારીઓનું કેન્દ્ર છે.

Husband

તણાવ દૂર કરવા માટેની ટિપ્સ:

જો તમે પણ આ પ્રકારના સ્ટ્રેસનો સામનો કરી રહ્યા હોવ, તો નીચે મુજબના ઉપાયો અજમાવી શકાય છે:

ખુલ્લા મને વાત કરો (Communication): તમારા પાર્ટનર (Husband) સાથે તમારી અપેક્ષાઓ અને મુશ્કેલીઓ વિશે શાંતિથી ચર્ચા કરો.

જવાબદારીઓની વહેંચણી: ઘરના કામોની યાદી બનાવો અને તેને પરસ્પર/Husband  વહેંચી લો.

મદદ લેતા અચકાશો નહીં: જો શક્ય હોય તો ઘરકામ માટે કોઈ સહાયક (Maid) રાખવી જોઈએ જેથી શારીરિક થાક ઓછો લાગે.

સેલ્ફ કેર: દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ તમારા પોતાના શોખ માટે કાઢો.


આ પણ વાંચો:પતિ-પત્ની વચ્ચેના ઝઘડા મિનિટોમાં ઉકેલશે આ 5-5-5 Rule, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

આ પણ વાંચો:શું તમારા સંબંધોમાં તણાવ છે? કુદરતના ખોળે વિતાવેલી થોડી ક્ષણો બદલી શકે છે તમારું જીવન

આ પણ વાંચો:રિલેશનશિપમાં આ 5 વાતો શેર કરવી પડી શકે છે ભારે! જાણો કેમ સ્ત્રીઓએ પાર્ટનર સામે મૌન રહેવું જોઈએ