5-5-5 Relationship Rule: આજના ભાગદોડભર્યા જીવનમાં પતિ-પત્ની વચ્ચે નાની-મોટી તકરાર થવી સામાન્ય વાત છે. પરંતુ જો આ તકરાર લાંબી ખેંચાય તો સંબંધોમાં કડવાશ આવી શકે છે. મનોવૈજ્ઞાનિકો અને રિલેશનશિપ એક્સપર્ટ્સ હવે એક ખાસ ટેકનિક સૂચવી રહ્યા છે, જેનું નામ છે ‘5-5-5 Relationship Rule’. આ નિયમ માત્ર 15 મિનિટમાં તમારા મોટામાં મોટા ઝઘડાનો ઉકેલ લાવી શકે છે.
શું છે આ ‘5-5-5 Rule’? (5-5-5 Relationship Rule)
આ એક કમ્યુનિકેશન ટેકનિક છે, જેનો ઉપયોગ વિવાદ સમયે શાંતિથી વાત કરવા માટે થાય છે:
પહેલી 5 મિનિટ: પતિએ (5-5-5 Relationship Rule) પોતાની વાત રજૂ કરવાની અને પત્નીએ વચ્ચે બોલ્યા વગર શાંતિથી સાંભળવાની.
બીજી 5 મિનિટ: પત્નીએ પોતાનો પક્ષ રાખવાનો અને પતિએ કોઈ પણ દલીલ કર્યા વગર સાંભળવાની.
છેલ્લી 5 મિનિટ: બંનેએ સાથે મળીને તે સમસ્યાનો ઉકેલ શું હોઈ શકે તેની ચર્ચા કરવાની.
ઝઘડો એ જીવંત સંબંધની નિશાની છે!
ઘણીવાર આપણે માનીએ છીએ કે ઝઘડો એટલે સંબંધ ખરાબ છે, પરંતુ એક્સપર્ટ્સ કહે છે કે તકરાર એ સંબંધમાં જીવંતતાનું પ્રતીક છે. જો કોઈ એક સાથી સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લે તો ઝઘડા બંધ થઈ જાય છે, પણ ત્યાં વ્યક્તિ પોતાની ઓળખ ગુમાવે છે. 5-5-5 રૂલ (5-5-5 Relationship Rule) તમને તમારી વાત રજૂ કરવાની તક આપે છે.
આ નિયમ લાગુ કરતી વખતે રાખો આટલું ધ્યાન:
વચ્ચે ન બોલવું: જ્યારે તમારો પાર્ટનર બોલતો હોય ત્યારે ગમે તેટલું અજુગતું લાગે તો પણ વચ્ચે અટકાવશો નહીં.
‘હું’ પર ધ્યાન આપો: “તેં આવું કર્યું” કહેવાને બદલે “મને આવું લાગ્યું” અથવા “મારી ઈચ્છા આવી છે” જેવા શબ્દો વાપરો. આનાથી સામા પાત્રને એવું નહીં લાગે કે તમે તેના પર આરોપ લગાવી રહ્યા છો.
જિજ્ઞાસુ બનો: પાર્ટનરની વાતને ખોટી ઠેરવવાને બદલે તે આવું કેમ વિચારે છે તે સમજવાનો પ્રયત્ન કરો.
જો આ નિયમ કામ ન કરે તો?
જો 15 મિનિટની આ ટેકનિક પછી પણ વાત ન બને, તો થોડો સમય એકબીજાથી દૂર રહીને બ્રેક લો. શાંત મગજે ફરી પ્રયત્ન કરો અથવા જરૂર જણાય તો પ્રોફેશનલ કાઉન્સેલરની મદદ લેવામાં ખચકાશો નહીં.
આ પણ વાંચો:માનસિક સ્વાસ્થ્ય અને સંબંધોનો સીધો સંબંધ: જાણો કેવી રીતે તમારું મગજ નક્કી કરે છે તમારો પ્રેમ
આ પણ વાંચો:શું તમારા સંબંધોમાં તણાવ છે? કુદરતના ખોળે વિતાવેલી થોડી ક્ષણો બદલી શકે છે તમારું જીવન
આ પણ વાંચો:રિલેશનશિપમાં આ 5 વાતો શેર કરવી પડી શકે છે ભારે! જાણો કેમ સ્ત્રીઓએ પાર્ટનર સામે મૌન રહેવું જોઈએ



