Sex & Relationship 2026: માતૃત્વ એ સ્ત્રીના જીવનનો સૌથી સુંદર અનુભવ છે, પરંતુ બાળકના જન્મ બાદ મહિલાના શરીરમાં અનેક માનસિક તેમજ શારીરિક ફેરફારો આવે છે. ઘણા યુગલો માટે સેક્સ એ સંબંધનો અભિન્ન હિસ્સો હોય છે, પરંતુ નેશનલ હેલ્થ સર્વિસ (NHS) ના જણાવ્યા અનુસાર, પ્રેગ્નન્સી અને ડિલિવરી બાદ મોટાભાગની મહિલાઓમાં સેક્સ ડ્રાઈવ એટલે કે કામ ઈચ્છામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.
બ્રિટનની ફિટનેસ કોચ અને રિયાલિટી ટીવી સ્ટાર હોલી હગાન બ્લિથે પોતાના અનુભવમાં જણાવ્યું છે કે, પુત્રના જન્મ બાદ તેને એવું લાગતું હતું કે જો તેનો પતિ તેને ન અડે તો પણ તેને કોઈ ફરક પડતો નથી. આ સ્થિતિ અનેક નવી માતાઓ સાથે થતી હોય છે, પરંતુ તેના વિશે ખુલીને વાત કરવામાં સંકોચ રાખવામાં આવે છે.
શારીરિક પીડા અને હોર્મોનલ ફેરફારોનું મુખ્ય કારણ
સ્ત્રીરોગ નિષ્ણાત ડો. જેનિફર લિંકન સમજાવે છે કે, બાળકના જન્મ બાદ સ્ત્રીના શરીરને (Sex) ફરીથી પૂર્વવત્ થવા માટે સમય જોઈએ છે. ગર્ભાશયને તેની મૂળ સ્થિતિમાં આવતા લગભગ છ અઠવાડિયા લાગે છે, સાથે જ ડિલિવરી દરમિયાન લાગેલી ઈજાઓ પણ ધીમે ધીમે રૂઝાય છે. સૌથી મહત્વની બાબત હોર્મોન્સ છે; ડિલિવરી બાદ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોન્સનું સ્તર અચાનક ઘટી જાય છે.
એસ્ટ્રોજનની કમીને કારણે યોનિમાર્ગમાં શુષ્કતા (Vaginal Dryness) આવી શકે છે, જેના લીધે સેક્સ દરમિયાન પીડા થાય છે. સામાન્ય રીતે લોકો માને છે કે માત્ર મેનોપોઝમાં જ હોર્મોન્સ બદલાય છે, પરંતુ વાસ્તવિકતામાં બાળકના જન્મ સમયે આ ફેરફારો સૌથી વધુ અને તીવ્ર હોય છે, જે સેક્સની ઈચ્છાને અસર કરે છે.
સંબંધોમાં અંતર અને વાતચીતનો અભાવ (Sex)
બાળક આવ્યા બાદ ઘણી મહિલાઓ પોતાના પાર્ટનર (Sex)સાથેની આત્મીયતાથી બચવા લાગે છે. હોલી હગાન જણાવે છે કે તેને ડર લાગતો હતો કે જો તે તેના પતિને ગળે લગાવશે કે સ્પર્શ કરશે, તો તેનો પતિ તેને સેક્સ (Sex) માટેની પહેલ માનશે, જ્યારે તેને શારીરિક સંબંધ બાંધવાની જરાય ઈચ્છા નહોતી. આવા કિસ્સામાં પાર્ટનરને એવું લાગે છે કે કદાચ તે હવે આકર્ષક (Sex) નથી રહ્યો કે તેની પત્ની તેને પ્રેમ નથી કરતી.
નિષ્ણાતો માને છે કે આ તબક્કે પાર્ટનર સાથે ખુલીને વાત કરવી અત્યંત જરૂરી છે. હોલીએ તેના પતિને સમજાવ્યું કે તેની ઈચ્છા ન હોવી એ વ્યક્તિગત શારીરિક સ્થિતિ છે, તેનો પ્રેમ તેના પતિ માટે ઓછો થયો નથી. જ્યારે તમે સ્પષ્ટ કહો છો કે તમે અત્યારે કઈ માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, ત્યારે સંબંધમાં વધારાનું દબાણ ઘટે છે.
પુરુષોમાં સેક્સ પ્રત્યેની રુચિ ઘટવી અને નિષ્ણાતોની સલાહ
માત્ર મહિલાઓ જ નહીં, ક્યારેક પિતા બન્યા બાદ પુરુષોમાં પણ સેક્સ (Sex) પ્રત્યેની રુચિ ઓછી થઈ શકે છે. થેરાપિસ્ટ રશેલ ગોલ્ડ કહે છે કે પિતા બનવાની સાથે જ પુરુષો પર જવાબદારીનો મોટો બોજ આવી જાય છે, જેના કારણે તેઓ ભાવનાત્મક સંઘર્ષ અનુભવી શકે છે.
નિષ્ણાતો સલાહ આપે છે કે આ સ્થિતિને સામાન્ય માનવી જોઈએ. દંપતીએ શારીરિક સંબંધો સિવાય ભાવનાત્મક જોડાણ અને ‘નોન-સેક્સ્યુઅલ ટચ’ (જેમ કે માત્ર હાથ પકડવો કે ગળે મળવું) પર ધ્યાન આપવું જોઈએ. ઘરકામ અને બાળકની જવાબદારી વહેંચી લેવાથી પણ સ્ત્રીનો તણાવ ઓછો થાય છે અને ધીમે ધીમે આત્મીયતા પાછી ફરે છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલે અને સંબંધમાં તણાવ પેદા કરે, તો પ્રોફેશનલ કાઉન્સેલિંગ કે સેક્સ થેરાપીની મદદ લેવામાં જરાય સંકોચ ન કરવો જોઈએ.



