Gandhinagar News : ગાંધીનગર જિલ્લાના દહેગામ (Dahegam) પોલીસ સ્ટેશન પરિસરમાં અંબાજી માતાજીની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Ambaji Festival)ને લઈને ભક્તિમય માહોલ સર્જાયો છે. ગાંધીનગર જિલ્લા પોલીસ પરિવારના આયોજન હેઠળ 14 અને 15 મે 2026 દરમિયાન આ ભવ્ય ધાર્મિક મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં પોલીસ સ્ટાફ, તેમના પરિવારજનો અને સ્થાનિક ભાવિકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.
અંબાજી મહોત્સવ(Ambaji Festival)ને લઈને ભક્તિમય માહોલ સર્જાયો
મહોત્સવના પ્રથમ દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દહેગામ (Dahegam)ના નાંદોલ રોડ પરથી પાંચ પવિત્ર મૂર્તિઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ગાયક કલાકાર રવિ ખોરજના ભક્તિમય સંગીત, બગી ડીજે અને ઢોલ-નગારાના તાલે સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું.

શોભાયાત્રા મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ, મામલતદાર કચેરી અને વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દહેગામ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. માર્ગમાં અનેક સ્થળોએ ભાવિકોએ ફૂલવર્ષા કરી માતાજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
શોભાયાત્રા પૂર્ણ થયા બાદ પોલીસ સ્ટેશન પરિસરમાં પી.આઈ. એમ. એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ ગરબા અને ભક્તિ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો માતાજીના ગરબે ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર પોલીસ સ્ટેશન પરિસર મંદિરમય બની ગયું હતું.

આજે રાત્રે વિશેષ રાસ-ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે 15 મેના રોજ બપોરે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, યજ્ઞ પૂર્ણાહુતિ, મહાઆરતી અને મહાપ્રસાદના કાર્યક્રમો યોજાશે. ગાંધીનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સર્વે ભાવિકોને પરિવાર સાથે ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : અંબાજીમાં ક્યારે થશે હોલિકા દહન? માતાજીની આરતીનો સમય નોંધી લો
આ પણ વાંચો : આજે દુર્ગા અષ્ટમી નિમિતે અંબાજી હવનનુ આયોજન અંબાજી સહિત માતાજીના મંદિરોમાં હવનનું આયોજન પ. બંગાળમાં 4 ઓક્ટોબર સુધી દુર્ગા પૂજા ઉત્સવ આજે દુર્ગા અષ્ટમી નિમિતે અંબાજી
આ પણ વાંચો : અંબાજી મંદિરમાં માતાજીના પ્રાગટ્ય દિવસ પોષી પૂનમની થશે ભવ્ય ઉજવણી
