Not Set/ ટ્વીટર પર થયો વડાપ્રધાન મોદીના બર્થડેની શુભેરછાનો વરસાદ, મિસ વર્લ્ડે પણ કર્યું ટ્વીટ

વડાપ્રધાન મોદીના ૬૮માં જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રપતિથી માંડીને મિસ વર્લ્ડ માનુષી ચિલ્લરે  ટ્વીટ કરીને જન્મદિવસની શુભકામનાઓ આપી છે. સોમવારે પોતાના મત વિસ્તારના બે દિવસીય પ્રવાસમાં નરેન્દ્ર મોદી પોતાનો ૬૮મો  જન્મદિવસ વારાણસીમાં મનાવવાના છે. બર્થડેની રીટર્ન ગીફ્ટમાં તે આશરે કાશીમાં ૬૦૦ કરોડની યોજનાનું લોકાર્પણ કરવાના છે. ઉપરાંત સ્કુલના અને આર્થિક રીતે ગરીબ પરિવારના બાળકો સાથે પણ વાતચીત કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર […]

Top Stories India Trending

વડાપ્રધાન મોદીના ૬૮માં જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રપતિથી માંડીને મિસ વર્લ્ડ માનુષી ચિલ્લરે  ટ્વીટ કરીને જન્મદિવસની શુભકામનાઓ આપી છે.

સોમવારે પોતાના મત વિસ્તારના બે દિવસીય પ્રવાસમાં નરેન્દ્ર મોદી પોતાનો ૬૮મો  જન્મદિવસ વારાણસીમાં મનાવવાના છે. બર્થડેની રીટર્ન ગીફ્ટમાં તે આશરે કાશીમાં ૬૦૦ કરોડની યોજનાનું લોકાર્પણ કરવાના છે. ઉપરાંત સ્કુલના અને આર્થિક રીતે ગરીબ પરિવારના બાળકો સાથે પણ વાતચીત કરવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૬૮માં જન્મદિવસ પર સોમવારે ગોરખપુર જેલમાંથી ૫ કેદીને આઝાદ કરવામાં આવશે. ૬૮માં જન્મદિવસ હોવાથી સમગ્ર દેશમાંથી બીજા ૬૮ કેદીને પણ છોડી દેવામાં આવશે.

જુઓ કોણે કોણે કર્યા ટ્વીટ 

મિસ વર્લ્ડ માનુષી ચિલ્લરે  વડાપ્રધાન સાથેનો ફોટો મુકીને તેમને જન્મદિવસની શુભેરછા આપી છે.

https://twitter.com/ManushiChhillar/status/1041461896480804865

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવીદે તેમને જન્મદિવસની શુભેરછા પાઠવી છે.

નાણામંત્રી અરુણ જેટલીએ પોતાના એકાઉન્ટમાંથી તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય સાથે જન્મદિવસની શુભેરછા પાઠવી છે.