New Guideline/ આંટીમાં આવશે OTT : સરકાર ટૂંક સમયમાં લાવી રહી છે ‘ગાઇડલાઇન’

ભારત સરકાર ટૂંક સમયમાં જ ઓટીટી પ્લેટફોર્મ માટે ગાઇડલાઇન લાવવા જઇ રહ્યું છે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રાજ્યસભામાં આજે આ અંગેની જાહેરાત કરી હતી.

Top Stories India Trending

ભારત સરકાર ટૂંક સમયમાં જ ઓટીટી પ્લેટફોર્મ માટે ગાઇડલાઇન લાવવા જઇ રહ્યું છે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રાજ્યસભામાં આજે આ અંગેની જાહેરાત કરી હતી.

આંટીમાં આવશે OTT 

  • OTT આવશે આંટીમાં
  • કેન્દ્ર સરકાર લાવશે ગાઇડલાઇન
  • બહુ બન્યા બેફામ, હવે લાગશે લગામ
  • સૂચના-પ્રસારણ મંત્રાલય મંત્રીનું એલાન

છેલ્લા કેટલાક સમયથી ઓટીટી પ્લેટફોર્મ પર થઇ રહેલા વિવાદને બાદ હવે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ગાઇડલાઇન તૈયાર કરવા જઇ રહી છે. ઓટીટી પ્લેટફોર્મ પર પીરસાતી અભદ્ર સામગ્રી અને વિવાદિત કથાસારને અટકાવવા માટે પણ અનેકવાર ફરિયાદ ઉઠી હતી અને આખરે હવે કેન્દ્રના સૂચના અને પ્રસારણ મંત્રાલયે તેના નિયંત્રણ માટેની ગાઇડલાઇન પણ તૈયાર કરી લીધી છે. રાજ્યસભામાં ઝીરો અવર દરમિયાન પ્રકાશ જાવડેકરે તેનું એલાન કર્યું.

  • ગાઇડલાઇન અને દિશા-નિર્દેશ તૈયાર
  • થોડા સમયમાં થશે અમલવારી
  • ગાળા-ગાળી પર લાગશે લગામ
  • અશ્લિલતા પર ફરશે સેન્સરની કાતર
  • દેશમાં વૈશ્વિક સહિત 40થી વધુ OTT પ્લેટફોર્મ

દેશમાં વેબસિરીઝનો જાણે રાફડો ફાટ્યો હતો અને છેલ્લા ઘણાં સમયથી માગ ઉઠી હતી કે વેબસિરીઝ તથા ઓટીટી પ્લેટફોર્મના કન્ટેન્ટ પર લગામ કસવામાં આવે. જોકે આખરે કેન્દ્ર સરકાર હવે ગાઇડલાઇન અને દિશા-નિર્દેશ સાથે તૈયાર થઇ ગઇ છે.

  • વેબસાઇટ માટે પણ બની રહી છે ગાઇડલાઇન
  • ન્યૂઝ કન્ટેન્ટના નામે દેશ વિરોધી ખબરો સામે પણ લાલ આંખ

દેશમાં જ્યારથી મોદી સરકાર શાસન આવી છે ત્યારથી ઓટીટીની સાથે ન્યૂઝ વેબસાઇટોનો પણ રાફડો ફાટ્યો છે જેમાં ઘણી વાર અભિવ્યક્તિની આઝાદી સામે દેશ વિરોધ કન્ટેન્ટ પીરસવામાં આવે છે. આથી હવે નવી ગાઇડલાઇન દ્વારા તેની પર પણ ગાળિયો કસાશે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…