Not Set/ રતન તાતાની મેજિક કાર “નેનો” રસ્તા પરથી થઈ શકે છે ગાયબ, જાણો, શું છે કારણ ?

નવી દિલ્હી, આજથી લગભગ ૧૦ વર્ષ પહેલા એટલે કે ૨૦૦૮માં રાજધાની દિલ્હી ખાતે યોજાયેલા એક્સ્પોમાં ટાટા નેનો કાર લોન્ચ કરવામાં આવી હતી. તાતા મોટર્સ દ્વારા દેશના સામાન્ય લોકોના કારના સપના માટે લોન્ચ કરાયેલી નેનો કારનો સફર સમાપ્ત થવાની કગાર પર આવી રહ્યો છે. તાતા મોટર્સ દ્વારા પોતાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જૂન, ૨૦૧૮માં માત્ર […]

Trending Business

નવી દિલ્હી,

આજથી લગભગ ૧૦ વર્ષ પહેલા એટલે કે ૨૦૦૮માં રાજધાની દિલ્હી ખાતે યોજાયેલા એક્સ્પોમાં ટાટા નેનો કાર લોન્ચ કરવામાં આવી હતી. તાતા મોટર્સ દ્વારા દેશના સામાન્ય લોકોના કારના સપના માટે લોન્ચ કરાયેલી નેનો કારનો સફર સમાપ્ત થવાની કગાર પર આવી રહ્યો છે.

તાતા મોટર્સ દ્વારા પોતાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જૂન, ૨૦૧૮માં માત્ર એક જ કારનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ જોતા લાગી રહ્યું છે કે, રતન ટાટાની મેજિક કાર કહેવાતી નેનોનું ઉત્પાદન બંધ થઈ શકે છે.

જો કે હજી સુધી કંપની દ્વારા નેનોના ઉત્પાદન બંધ કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. બીજી બાજુ તાતા મોટર્સ દ્વારા શેર બજારોને સૂચિત કર્યા છે કે, જૂન મહિનામાં તેઓએ નેનો કારની કોઈ નિકાસ કરી નથી અને ડોમેસ્ટિક માર્કેટમાં માત્ર ૩ કાર જ વેચવામાં આવી છે. જયારે જૂન, ૨૦૧૭માં આ આંકડો ૨૭૫ હતો.

શું નેનો કંપનીનું નિર્માણ રોકવા જઈ રહી છે ?. આ પ્રશ્નનો જવાબ આપતા ટાટા મોટર્સના એક પ્રવક્તાએ કહ્યું, “અમે જાણીએ છીએ કે, હાલમાં સમયમાં નેનો ૨૦૧૯ બાદ ચાલુ રહી શકતી નથી. અમારા દ્વારા નવા રોકાણ માટેની જરૂરિયાત હોઈ શકે છે. આ સંબંધમાં અત્યારે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી”.