Not Set/ આ ઘરગથ્થું ઉપચારથી વાળને ખરતા અટકાવી શકાય છે…

ઠંડીમાં વાળ ખરવાની શક્યતા સામાન્ય ઋતુ કરતા વધી જતી હોય છે. આવામાં વાળમાં દહીં અને લીંબુનો ઉપયોગ કરી ગરમ  તેલની માલિશ કરવાથી આને થોડાક અંશે અટકાવી શકાય છે. ઓર્ગેનિક હાર્વેસ્ટના સીઈઓ રાહુલ અગ્રવાલે જણાવ્યું કે, ઠંડીની ઋતુમાં વાળ ખરવાની ફરીયાદ સામાન્ય ઋતુ કરતા વધુ રહેતી હોય છે. જેને અટકાવવા માટેના કેટલાક ઘરગથ્થુંઉપચાર નીચે મુજબ છે. […]

Fashion & Beauty Lifestyle

ઠંડીમાં વાળ ખરવાની શક્યતા સામાન્ય ઋતુ કરતા વધી જતી હોય છે. આવામાં વાળમાં દહીં અને લીંબુનો ઉપયોગ કરી ગરમ  તેલની માલિશ કરવાથી આને થોડાક અંશે અટકાવી શકાય છે. ઓર્ગેનિક હાર્વેસ્ટના સીઈઓ રાહુલ અગ્રવાલે જણાવ્યું કે, ઠંડીની ઋતુમાં વાળ ખરવાની ફરીયાદ સામાન્ય ઋતુ કરતા વધુ રહેતી હોય છે. જેને અટકાવવા માટેના કેટલાક ઘરગથ્થુંઉપચાર નીચે મુજબ છે.

દહીં અને લીંબુ : વાળમાં દહીં અને લીંબુનો ઉપયોગ કરી ગરમ તેલની માલિશ કરવી, જે એક મોશ્ચોરાઇઝર તરીકે કામ કરે છે. આ ઉપચાર માથાની સુષ્ક ત્વચાને દૂર કરે છે અને ખોડો દૂર કરે છે

ગર્મ તેલની માલિશ : વાળની ચમક અને મજબુતિ માટે ગરમ તેલની માલિશ કરવી, જેનાથી વાળને પુરતી માત્રામાં પોષણ મળશે અને ઠંડી હવાથી માથાની ત્વચાને રક્ષણ મળશે

તેલ અને કપુર : તમારા માથા અને વાળને ઠંડા રાખવા માટે થોડાક પ્રમાણમાં કપુર અને તેલને મિક્સ કરો, ત્યારબાદ તેને વાળ પર લગાવો. આનાથી ખોડો અને ખંજવાળ દૂર થાય છે

લીંબડો અને નારીયેળનું તેલ : લીંબડો અને નારીયેળના તેલથી વાળમાં માલિશ કરવાથી ખંજવાળ દૂર થાય છે અને આ એન્ટી-ફંગલ તેલના રૂપમાં કામ કરે છે. નારીયેળ અને લીંબડાના તેલને મિક્શ કરી વાળમાં હલ્કા હાથથી ઘસો. જે ખોડો અને માથામાં આવતી ખંજવાળ વિરુદ્ધ એક એન્ટીસેપ્ટિકનું કામ કરે છે

લીંબડાની ટ્યુબ અને દહીં : લીંબડાના પત્તાની ટ્યુબ(પેસ્ટ) ને દહીંની સાથે મિક્શ કરીને માથાની ત્વચા ઉપર લગાવવાથી વાળ ખરતા બંધ થઈ શકે છે અને સફેદ વાળ પણ આવતા અટકે છે