Lifestyle: આમ જોઈએ તો પરંપરાગત રીતે બનતી આ મીઠાઈને બનાવવામાં કલાકોનો સમય લાગતો હોય છે પરંતુ આજે અહિં તમે કેવળ 15-20 મિનિટમાં જ હલવાઈ સ્ટાઈલ મથુરા સ્પેશ્યલ પેંડા બનાવી શકો એવી સરળ રેસિપી (Mathura Peda Recipe) લઇને આવ્યા છીએ…
જન્માષ્ટમી અને પારણાના તહેવારોમાં કૃષ્ણભક્તોનું હૈયું હિલ્લોળે ચડે છે અને ભગવાન કૃષ્ણ (Lord Krishna)ની પસંદની વસ્તુઓ અને શણગારો તથા મીઠાઈઓથી માર્કેટ સજેલા છે. સૌથી વધુ ભીડ તો મીઠાઈની દુકાને જોવા મળે છે. લોકો પોતાના વહાલા બાળ ગોપાળને પ્રસાદ તરીકે ચડાવવા માટે અનેક જાતની મીઠાઈઓ ખરીદે છે. આ તમામ મીઠાઈઓમાં સૌથી વધુ ડિમાન્ડ તો પેંડાની જ હોય છે અને એમાંયે મથુરાના પેંડા (Mathura Peda)ની તો વાત જ શી કરવી?
નંદ મહોત્સવના દિવસે અવશ્ય ધરાવો મથુરાના પેંડા
મથુરા, વૃંદાવન અને દેવભૂમિ દ્વારકા (Mathura, Vrindavan and Devbhoomi Dwarka)માં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવાની તૈયારીઓ મહિનાઓ અગાઉથી કરવામાં આવે છે. દરેક આ ક્ષણની રાહ જોતા હોય છે જ્યારે કાન્હાનો જન્મ થયો હતો! જન્માષ્ટમીના દિવસે લોકો ઉપવાસ (Fast) રાખે છે અને મધ્યરાત્રિએ કાન્હાનો જન્મ થતા પારણા કરે છે. આ દિવસે કનૈયા (Lord Krishna)નો મનપસંદ પ્રસાદ, માખણ-મિસરી, પેંડા, દહીં અને પંજરીનો પ્રસાદ (Panjiri Prasad) ધરાવવામાં આવે છે. આ પૂજામાં માવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. આ સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. તમે આ મથુરા સ્પેશ્યલ પેંડા બનાવીને આ નંદ મહોત્સવના દિવસે અવશ્ય ધરાવો અને બાળગોપાળને ખુશ કરો. તો જાણી લઈએ Mathura Peda બનાવવાની રેસિપી…
જન્માષ્ટમી (Janmashtami 2026) અને પારણાના દિવસે કેટલાયે પ્રકારના વ્યંજનો અને મીઠાઈઓ ઠાકુરજી (Lord Krishna) માટે તૈયાર કરવામાં આવે છે. કનૈયાના મનપસંદ મિષ્ટાન્ન બજારથી લાવીને કે પછી બનાવીને એમને પ્રસાદરુપે અર્પણ કરવામાં આવે છે.

જો તમે બજારની ભેળસેળયુક્ત મીઠાઈ (Adulterated sweets)થી બચવા માગો છો તો ફટાફટ આજે ઘરે જ મથુરાના ફૅમસ પેંડા બનાવીને કાન્હાને પ્રસાદ રુપે અર્પણ કરીને પોતે પણ ગ્રહણ કરી શકો છો. માવાથી બનતી આ ખાસ મીઠાઈ (Sweet) એની અનોખી સુગંધ અને સ્વાદ તથા રંગથી દુનિયાભરમાં પ્રખ્યાત છે! આમ જોઈએ તો પરંપરાગત રીતે બનતી આ મીઠાઈને બનાવવામાં કલાકોનો સમય લાગતો હોય છે પરંતુ આજે અહિં તમે કેવળ 15-20 મિનિટમાં જ હલવાઈ સ્ટાઈલ મથુરા સ્પેશ્યલ પેંડા બનાવી શકો એવી સરળ રેસિપી (Mathura Peda Recipe) લઇને આવ્યા છીએ…
શી રીતે બનાવશો મથુરા સ્પેશ્યલ પેંડા? (Mathura Peda Recipe)
મથુરા સ્પેશ્યલ પેંડા બનાવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.
સામગ્રી
2 કપ દૂધ
2 કપ મિલ્ક પાવડર
4 મોટી ચમચી દેશી ઘી
1 કપ બૂરુ ખાંડ
1 નાની ચમચી લીલી ઈલાયચીનો પાવડર
5-6 તાંતણા કેસર
ચપટી જાયફળ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ કેસરના તાંતણાને એક નાની વાડકી ગરમ દૂધમાં પલાળો અને થોડી વારમાં કેસરવાળું દૂધ (Saffron Milk) તૈયાર થઈ જશે.
2. હવે ઈન્સ્ટનટ માવો (Instant Mawa) તૈયાર કરી લો. એ માટે એક જાડી તળીયાવાળી કડાઈમાં ધીમા તાપે ઘી ગરમ કરો અને એમાં દૂધ ઉમેરીને નવશેકું કરો. ત્યાર બાદ થોડો-થોડો કરીને તમામ મિલ્ક પાવડર ઉમેરી દો.
3. આ મિશ્રણને સતત હલાવતા રહેવું જેથી એમાં ગાંઠા ન પડે…2 થી 3 મિનિટમાં જ એ ઘટ્ટ બનીને માવા જેવું સ્વરુપ ધારણ કરી લેશે.
4. હવે આવે છે એક સિક્રેટ ટિપ…મથુરાના પેંડા ઘેરા સોનેરી રંગના (Golden Brown Peda) હોય છે. આ માટે આ માવાને ધીમાથી મધ્યમ તાપે ચલાવતા રહીને ત્યાં સુધી શેકો જ્યાં સુધી એનો રંગ ગોલ્ડન બ્રાઉન ન બની જાય!
5. જો માવો સૂકાતો હોય એવું લાગે તો વચ્ચે-વચ્ચે 1-2 ચમચી દૂધના છાંટા મારી શકો છો.
6. જ્યારે શેકાવાની મસ્ત સુગંધ આવવા લાગે અને રંગ ઘેરો બ્રાઉન થવા લાગે ત્યારે એમાં કેસરનું દૂધ, ચપટી જાયફળ અને ઇલાયચી પાવડર મિક્સ કરો.
7. આ મિશ્રણને હળવું ઠંડુ થવા દો. ગરમ માવામાં બૂરુખાંડ (Rock Sugar Powder) ઉમેરવાથી મિશ્રણ પાતળું અને ચવ્વડ બની શકે છે આથી હાથેથી અડી શકાય એટલા હળવા ગરમ મિશ્રણમાં જ બૂરુખાંડ ઉમેરવું.
8. હવે હથેળીમાં થોડું ઘી લગાવીને મિશ્રણના નાના-નાના ગોળા બનાવી લો અને બૂરુખાંડમાં રગદોળી લો.
તો તૈયાર છે તમારા મથુરા સ્પેશ્યલ પેંડા (Mathura Peda)…જે ઝટપટ તૈયાર થઈ જશે અને સ્વાદમાં પણ બહેતરીન લાગશે…કનૈયાને આ પેંડા ભાવપૂર્વક ધરાવીને પોતે પણ પ્રસાદ ગ્રહણ કરો.
આ પણ વાંચો: જન્માષ્ટમી કે નંદ મહોત્સવના પર્વ પર કનૈયાને રીઝવવા માટે બનાવો મખાનાની પૌષ્ટિક ખીર..!
આ પણ વાંચો: બાળ ગોપાળને ધરાવો આજે જન્માષ્ટમીએ મેવા પાકનો પ્રસાદ…કેવળ સૂકા મેવાથી થશે તૈયાર…!
આ પણ વાંચો: મખાના અને કોપરાના લાડુ બનાવો, નબળાં હાડકાંને મજબૂત બનાવો, ફૉલો કરો આ રેસિપીને…
