Lifestyle: વ્રત-ઉપવાસ (Fast)માં ખાઈ શકાય એવી એક વાનગી અહિં તમારા માટે લઈને આવ્યા છીએ…અને એ છે મેવા પાક (Mewa Pak Recipe)…ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ અને બનાવવામાં તદ્દન સરળ એવી આ મીઠાઈને તમે ગણતરીની મિનિટોમાં જ તૈયાર કરી શકશો.
મથુરા, વૃંદાવન અને દેવભૂમિ દ્વારકા (Mathura, Vrindavan and Devbhoomi Dwarka)માં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવાની તૈયારીઓ મહિનાઓ અગાઉથી કરવામાં આવે છે. દરેક આ ક્ષણની રાહ જોતા હોય છે જ્યારે કાન્હાનો જન્મ થયો હતો! જન્માષ્ટમીના દિવસે લોકો ઉપવાસ (Fast) રાખે છે અને મધ્યરાત્રિએ કાન્હાનો જન્મ થતા પારણા કરે છે. આ દિવસે કનૈયા (Lord Krishna)નો મનપસંદ પ્રસાદ, માખણ-મિસરી, પેંડા, દહીં અને પંજરીનો પ્રસાદ (Panjiri Prasad) ધરાવવામાં આવે છે. આ પૂજામાં સૂકા મેવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. આ સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. તમે આ સ્પેશ્યલ મેવા પાક બનાવીને આ જન્માષ્ટમીએ અવશ્ય ધરાવો અને બાળગોપાળને ખુશ કરો. તો જાણી લઈએ મેવા પાક (Mewa Pak Recipe) બનાવવાની રેસિપી…
જન્માષ્ટમી (Janmashtami 2026)એ કેટલાયે પ્રકારના વ્યંજનો અને મીઠાઈઓ ઠાકુરજી (Lord Krishna) માટે તૈયાર કરવામાં આવે છે. કનૈયાના મનપસંદ મિષ્ટાન્ન બનાવીને એમને પ્રસાદરુપે અર્પણ કરવામાં આવે છે. આ સંજોગોમાં જો તમે બજારની ભેળસેળયુક્ત મીઠાઈ (Sweet) તમારા કાન્હાને ધરાવવા માગતા ન હો તો ઘરે જ વ્રત-ઉપવાસ (Fast)માં ખાઈ શકાય એવી એક વાનગી અહિં તમારા માટે લઈને આવ્યા છીએ…અને એ છે મેવા પાક (Mewa Pak Recipe)…ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ અને બનાવવામાં તદ્દન સરળ એવી આ મીઠાઈને તમે ગણતરીની મિનિટોમાં જ તૈયાર કરી શકશો. બાળ ગોપાળ (Laddu Gopal)ને પ્રસાદરુપે અર્પણ કરીને તમે સ્વયં પણ ઉપવાસમાં ખાઈ શકો એવી આ રેસિપી છે. તો ચાલો જાણીએ એ બનાવવા માટેની સામગ્રી અને વિધિ અંગે…
શી રીતે બનાવશો મેવા પાક? (Mewa Pak Recipe)
મેવા પાક બનાવવા માટે આટલી સામગ્રી (Ingredients)ની જરુર પડશે.

સામગ્રી
ઘી આવશ્યકતા અનુસાર
1 વાડકી બદામ
1 વાડકી કાજુ
1/2 વાડકી કિશમિશ
1 વાડકી મખાના
1/2 વાડકી સૂકા કોપરાનું છીણ
સ્વાદાનુસાર ગોળ
2 ચમચી ખસખસ
2 ચમચી મગસતરીના બી
ચપટી ઈલાયચી પાવડર
બનાવવાની વિધિ
1. સૌ પ્રથમ એક કડાઈમાં 3-4 ચમચી ઘી ઉમેરીને ગરમ થવા દો. એમાં 1 વાડકી બદામ (Almonds) ઉમેરીને હળવા શેકી લો.
2. ત્યારબાદ એને કાઢીને એક પ્લેટમાં મૂકો અને 1 વાડકી કાજુ (Cashew) ઘીમાં શેકી લો. ત્યારબાદ એને પણ પ્લેટમાં કાઢીને કિશમિશ (Raisins) શેકી લો.
3. જરુર લાગે તો ઘી ઉમેરીને એ જ કડાઈમાં 1 વાડકી મખાના (Makhana) શેકી લો. એને પ્લેટમાં કાઢીને ઘીમાં કોપરાનું છીણ શેકી લો.
4. હવે આ શેકેલા કાજુ, બદામ, કિશમિશ અને મખાનાને મિક્સર જારમાં ઉમેરીને વાટી લો અને પાવડર બનાવો.
5. એમાં શેકેલું કોપરાનું છીણ ઉમેરો, મેવા પાકનું મિશ્રણ રેડી છે.
6. હવે એ જ કડાઈમાં 1 ચમચી દેશી ઘી ઉમેરીને એમાં છીણેલો ગોળ ઉમેરો અને પીગળવા દો,
7. ગોળ પીગળે એટલે એમાં તૈયાર કરેલું સૂકા મેવા (Dry Fruits)નું અને કોપરાનું મિશ્રણ મિક્સ કરી દો.
8. હવે આ મિશ્રણમાં ખસખસ અર્થાત્ પૉપી સિડ્સ અને મગસતરીના બી ઉમેરો તથા સુગંધ માટે ઈલાયચી પાવડર મિક્સ કરી લો.
9. એક પ્લેટમાં ઘી લગાવીને એમાં તૈયાર મિશ્રણને નાખીને દબાવીને સમથળ કરી સેટ થવા મૂકો. એની ઉપર સૂકા નારિયેળના ટુકડા અને કાજુ, બદામ, કિશમિશથી સજાવટ કરી લો. હળવું ઠંડુ થાય એટલે એના ટુકડા કરી લો.

તો તૈયાર છે તમારા બાળગોપાળ માટે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેવા પાક…જેને પ્રેમથી મધ્યરાત્રિએ કાન્હાના જન્મોત્સવમાં પ્રસાદ (Prasad) તરીકે ધરાવો અને તમે પણ આરોગો. જન્માષ્ટમી (Janmashtami 2026)એ કેટલાયે પ્રકારના વ્યંજનો અને મીઠાઈઓ ઠાકુરજી (Lord Krishna) માટે તૈયાર કરવામાં આવે છે. આમાં કોઈ જ જાતનો માવો કે અન્ય સામગ્રી મિકસ કરવાની જરુર નથી અને એકવાર બનાવીને તમે એને મહીનાઓ સુધી પણ ખાઈ શકો છો. મેવા પાક (Mewa Pak Recipe)…ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ અને બનાવવામાં તદ્દન સરળ એવી આ મીઠાઈને તમે ગણતરીની મિનિટોમાં જ તૈયાર કરી શકશો.
આ પણ વાંચો: કેવળ 1 ગ્લાસ દૂધ અને તાજા નાળિયેરની હલવાઈ સ્ટાઇલ મીઠાઈ બનાવો…વ્રત માટે પરફેક્ટ રેસિપી…
