Health & Fitness News : પવિત્ર શ્રાવણ માસ (Shravan month)નો પ્રારંભ થઈ ચૂક્યો છે અને શ્રાવણી સોમવારના વ્રત માટે શિવભક્તો (Devotees of Shiva)તૈયારીઓ કરી રહ્યા છે. ઉપવાસ દરમિયાન દર વખતે શું નવું, સ્વાદિષ્ટ (Delicious)અને ઝટપટ બની જાય તેવું બનાવવું તેને લઈને અવારનવાર મૂંઝવણ થતી હોય છે.
જો તમે પણ આ શ્રાવણ માસમાં ઉપવાસ માટે ચા સાથે ખાવા કોઈ હેલ્ધી અને ટેસ્ટી (Healthy and tasty)વિકલ્પ શોધી રહ્યા છો, તો આ સાબુદાણા, મગફળી અને મખાનાથી બનતું ‘ફરાળી ચવાણું'(Farali Chavanu) ઉત્તમ પસંદગી છે.આ ક્રિસ્પી નમકીનની સૌથી ખાસ વાત એ છે કે તેને એકવાર બનાવીને તમે આખો મહિનો એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો, જેથી દર વખતે નવી વાનગી બનાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

Shravan month : ફરાળી નમકીન બનાવવા માટે જરૂરી સામગ્રી
મોટા સાબુદાણા: 1 કપ
મગફળી: 1/2 કપ
મખાના: 1 કપ
કાજુ અને બદામ (ટુકડા): 2 થી 3 ચમચી
સિંધવ મીઠું (ફરાળી મીઠું): સ્વાદ અનુસાર
કાળા મરી (મરી પાવડર): 1/2 ચમચી
મીઠો લીમડો (કઢી પત્તા): 10 થી 12 (મરજિયાત)
ઘી અથવા સીંગતેલ: શેકવા કે તળવા માટે

ફરાળી સાબુદાણા-મગફળી ચવાણું બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત
સાબુદાણા શેકવા કે તળવા: જો તમને ડીપ-ફ્રાય ગમતું હોય, તો કડાઈમાં તેલ ગરમ કરી સાબુદાણા બરાબર ફૂલે ત્યાં સુધી તળી લો. હેલ્ધી ઓપ્શન માટે કડાઈમાં 1 થી 2 ચમચી ઘી ઉમેરી સાબુદાણાને ધીમા તાપે કડક (ક્રિસ્પી) થાય ત્યાં સુધી શેકી લો.
ડ્રાયફ્રુટ્સ અને મખાના શેકવા: એ જ કડાઈમાં થોડું ઘી ઉમેરી મગફળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. ત્યારબાદ મખાના, કાજુ અને બદામના ટુકડાને હળવા સોનેરી થાય ત્યાં સુધી શેકો. જો કઢી પત્તા નાખવા હોય તો તેને પણ કરકરા થાય ત્યાં સુધી સાંતળી લો.
મસાલા મિક્સ કરવા: એક મોટા વાસણમાં શેકેલા સાબુદાણા, મગફળી, મખાના, કાજુ, બદામ અને કઢી પત્તા એકઠા કરો. હવે તેમાં સ્વાદ મુજબ સિંધવ મીઠું અને કાળા મરી પાવડર ઉમેરીને હળવા હાથે બધું સરસ રીતે મિક્સ કરી લો.
તમારું ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ફરાળી નમકીન તૈયાર છે! આ નમકીન પૂરેપૂરું ઠંડું પડી જાય એટલે તેને હવાચુસ્ત (Airtight) ડબ્બામાં ભરી દો. શ્રાવણના આખા મહિના દરમિયાન ઉપવાસમાં ચા સાથે કે સાંજના નાસ્તામાં આ હેલ્ધી ચવાણાની મજા માણી શકો છો.
આ પણ વાંચો :ચહેરા અને હાથ-પગ પરનું સન ટેનિંગ મિનિટોમાં થશે ગાયબ; રસોડામાં રહેલી આ બે વસ્તુઓથી મળશે નિખાર
આ પણ વાંચો :તમે જે પનીર ખાઈ રહ્યા છો તેમાં ડિટર્જન્ટની ભેળસેળ તો નથી ને? આ રીતે ઘરે જ કરો સરળ ચકાસણી
આ પણ વાંચો :સવારે ખાલી પેટે કરો આ 3 વસ્તુઓનું સેવન, આખો દિવસ બોડીમાં રહેશે ઓવરલોડેડ એનર્જી
