Lifestyle News/ શ્રાવણ અને તહેવારોમાં મેળવો પર્ફેક્ટ લુક: જાણો મેકઅપ અને સ્ટાઇલિંગની સરળ ટિપ્સ

શ્રાવણ (Shravan)મહિના અને તહેવારોમાં લીલી સાડી સાથે કયો મેકઅપ, બિંદી અને બ્લાઉઝ મેચ થશે? જાણો ડાર્ક અને લાઈટ ગ્રીન સાડી માટે પર્ફેક્ટ સ્ટાઇલિંગ ટિપ્સ અહીં.

Lifestyle
perfect look with green saree during Shravan

Lifestyle News : પવિત્ર શ્રાવણ (Shravan)માસ અને તહેવારો (Festival)ની મોસમ આવતા જ મહિલા (Woman)ઓમાં લીલા રંગના પરિધાન પહેરવાનો એક અનોખો ઉત્સાહ જોવા મળે છે. હરિયાળી તીજ, શ્રાવણી સોમવાર કે ઘરમાં આયોજિત પૂજા-પાઠ દરમિયાન લીલી સાડી, કાચની લીલી બંગડીઓ અને પરંપરાગત ઘરેણાં સ્ત્રીઓના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દે છે. જો તમે પણ આ તહેવારોમાં ગ્રીન સાડી પહેરવાનું વિચારી રહ્યા છો, તો તેને વધુ પ્રભાવશાળી બનાવવા માટે અહીં દર્શાવેલી ખાસ મેકઅપ અને બ્લાઉઝ સ્ટાઇલિંગ ટિપ્સ ઉપયોગી થશે.

ડાર્ક ગ્રીન સાડી (Dark green saree)માટે બોલ્ડ અને રોયલ મેકઅપ

જો તમારી સાડીનો શેડ ઘેરો લીલો, બોટલ ગ્રીન કે એમેરાલ્ડ ગ્રીન છે, તો તેની સાથે થોડો ગ્લેમરસ અને બોલ્ડ મેકઅપ સારો ઊઠાવ આપશે

નેચરલ બેઝ: હેવી ફાઉન્ડેશનને બદલે ત્વચાને ગ્લોઈંગ અને કુદરતી ફિનિશ આપે તેવો લાઇટ બેઝ તૈયાર કરો.

આંખોનો જાદુ: પોપચા પર ગોલ્ડન કે બ્રોન્ઝ આઈશેડો સ્મજ કરીને મસ્કરાનો ડબલ કોટ લગાવો. ફેસ્ટિવ લુક આપવા માટે આઈલાઈનર થોડું બોલ્ડ કે વિંગ્ડ રાખી શકો છો.

લિપસ્ટિક: ઘેરા રંગ સાથે રેડ, મરૂન કે ડીપ વાઇન શેડની લિપસ્ટિક રોયલ લુક આપશે.

લાઈટ અને પેસ્ટલ ગ્રીન સાડી માટે સોફ્ટ લુક

પિસ્તા ગ્રીન, મિન્ટ ગ્રીન કે આછા લીલા રંગની સાડીઓ ચોમાસાના દિવસોમાં ખૂબ જ રિફ્રેશિંગ લુક આપે છે. ડે-ફંક્શન માટે આ શેડ્સ ઉત્તમ ગણાય છે

સોફ્ટ મેકઅપ: આછા રંગ સાથે ભારે મેકઅપ ટાળવો. આંખો પર પીચ, ન્યુડ કે સોફ્ટ બ્રાઉન આઈશેડોનો ઉપયોગ કરો.

સબલ આઈલાઈનર: પાતળી આઈલાઈનર અને હળવા મસ્કરા સાથે આંખોને નેચરલ હાઈલાઈટ આપો.

લિપસ્ટિક પલેટ: આ રંગો સાથે પેસ્ટલ પિંક, સોફ્ટ પીચ કે ન્યુડ લિપસ્ટિક શ્રેષ્ઠ મેચ થશે.

બિંદી અને એક્સેસરીઝ: લુક પૂરો કરવાની કળા

સાડી ભલે ગમે તેટલી સુંદર હોય, પરંતુ યોગ્ય એક્સેસરીઝ (Accessories)વગર લુક અધૂરો ગણાય

બિંદીની પસંદગી: ડાર્ક ગ્રીન સાડી સાથે ઘેરી લાલ કે મરૂન બિંદી અત્યંત આકર્ષક લાગે છે. જ્યારે લાઈટ સાડી સાથે નાની લાલ અથવા મેચિંગ ગ્રીન બિંદી લગાવી શકાય.

બેંગલ્સ સ્ટાઇલ: શ્રાવણ કે તહેવારના માહોલ અનુસાર હાથમાં કાચની લીલી બંગડીઓ સાથે સોનેરી કડાં પેર કરવાથી ટ્રેડિશનલ ટચ મળશે.

બ્લાઉઝ ડિઝાઇનની સ્માર્ટ પસંદગી

સાડીની સાથે બ્લાઉઝનું કોમ્બિનેશન તમારા આખા લુકને બદલી શકે છે

ક્લાસિક પેરિંગ: ડાર્ક ગ્રીન સાડી સાથે ગોલ્ડન, બેજ અથવા તો સેમ શેડનું મોનોક્રોમ બ્લાઉઝ શાહી લુક આપે છે.

ટ્રેન્ડી કોન્ટ્રાસ્ટ: પેસ્ટલ કે લાઈટ ગ્રીન સાડી સાથે બ્લશ પિંક, સોફ્ટ યલો (પીળો) બ્લાઉઝ ખૂબ સરસ કોન્ટ્રાસ્ટ ઊભો કરે છે.

મોડર્ન ટચ: જો તમે પરંપરાગત લુકમાં કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ, તો જેકેટ પેટન અથવા પેપ્લમ સ્ટાઇલ બ્લાઉઝ પણ પસંદ કરી શકો છો.


આ પણ વાંચો :ઘેરા અને કાળા હોઠથી મુક્તિ: કાળાશ દૂર કરી હોઠને કુદરતી રીતે ગુલાબી અને મુલાયમ બનાવવાની સરળ રીતો

આ પણ વાંચો :ચહેરા પર અચાનક ઉપસી આવેલા ખીલથી છો પરેશાન? નેચરલ ગ્લો માટે અજમાવો આ 3 અસરકારક પાંદડાં

આ પણ વાંચો :નેચરલ ગ્લો માટે ઘરે બનાવો ફેસ સીરમ,  અજમાવો આ 2 અસરકારક ઉપાય