સુંદર અને ગ્લોઇંગ હોઠ (lips )ચહેરાના આકર્ષણમાં વધારો કરે છે. પરંતુ જ્યારે હોઠ પર કાળશ જામવા લાગે છે, ત્યારે સમગ્ર લુક નિસ્તેજ બની જાય છે. ઘણા લોકો કાળાશ દૂર કરવા માટે મોંઘા લિપ કેર પ્રોડક્ટ્સ અને ક્રીમનો ઉપયોગ કરે છે, છતાં પણ ઈચ્છિત પરિણામ મળતું નથી. માત્ર પ્રોડક્ટ્સ બદલવાને બદલે હોઠની સાચી સંભાળ રાખવી અને યોગ્ય દિનચર્યા અપનાવવી અનિવાર્ય છે. જો તમે પણ તમારા હોઠની કુદરતી ચમક, નરમતા અને ગુલાબી રંગત પાછી મેળવવા માગતા હોવ, તો આ સરળ ઘરેલું ઉપાયો અને કાળજી ખૂબ ઉપયોગી સાબિત થશે.
હોઠ (Lips) કાળા થવાના મુખ્ય કારણો અને રોજના જીવનમાં જરૂરી ફેરફારો
હોઠની કાળશ દૂર કરવા માટે સૌથી પહેલા દૈનિક આદતોમાં સુધારો કરવો જરૂરી છે
સૂર્યપ્રકાશથી રક્ષણ: બહાર નીકળતા પહેલા SPF યુક્ત લિપ બામ લગાવો, જેથી યુવી (UV) કિરણોથી હોઠ સુરક્ષિત રહે.
હાઇડ્રેશન: શરીરમાં ભેજ જળવાઈ રહે અને હોઠ સુકાઈ ન જાય તે માટે દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીઓ.
હોઠ ચાટવાની ટેવ: વારંવાર જીભ ફેરવવાથી કે હોઠ ચાટવાથી ભેજ ઉડી જાય છે અને હોઠ વધુ શુષ્ક તથા કાળા બને છે.
ધૂમ્રપાનથી અંતર: સિગારેટમાં રહેલું નિકોટિન હોઠની રંગત બગાડવાનું મોટું કારણ છે, તેથી ધૂમ્રપાન ટાળવું હિતાવહ છે.
રાત્રિ સંભાળ અને પ્રોડક્ટની સાચી પસંદગી
રાત્રે સૂતી વખતે હોઠ પર મધ અથવા એલોવેરા જેલનું પાતળું પડ લગાવવાથી હોઠને ઊંડું પોષણ મળે છે. વિટામિન E ધરાવતું લિપ બામ રૂક્ષતા દૂર કરીને ત્વચાને મુલાયમ બનાવે છે. આ ઉપરાંત:
હળવુ સ્ક્રબિંગ: મૃત ત્વચા (Dead Skin) દૂર કરવા માટે અઠવાડિયામાં 1 થી 2 વાર હળવા હાથે સ્ક્રબ કરો.
ઘટકોની ચકાસણી: લિપ કેર પ્રોડક્ટ્સ ખરીદતી વખતે તેમાં વિટામિન E, શિયા બટર, નિયાસિનામાઇડ અથવા SPF છે કે નહીં તે ચોક્કસ ચકાસો.
રસાયણોથી સાવધાની: તજજ્ઞોની સલાહ વગર કઠોર કેમિકલવાળી ક્રીમનો ઉપયોગ કરવાનું ટાળો.
હોઠ માટે સુરક્ષિત અને અચૂક દેશી ઉપાયો
એલોવેરા જેલ, શુદ્ધ મધ અને બીટરૂટનો રસ હોઠને કુદરતી રીતે ગુલાબી અને સોફ્ટ બનાવવામાં અત્યંત ગુણકારી છે.
મહત્વપૂર્ણ સલાહ: લીંબુ અથવા બેકિંગ સોડા જેવી તીવ્ર વસ્તુઓ સીધી હોઠ પર ક્યારેય ન ઘસવી, કારણ કે તેનાથી ત્વચા બળી શકે છે અને વધુ શુષ્ક થઈ શકે છે. જો લાંબા સમય સુધી કાળશ દૂર ન થાય અથવા કોઈ એલર્જી જણાય, તો ત્વચારોગ વિજ્ઞાની (Dermatologist) નો સંપર્ક કરવો જોઈએ.
આ પણ વાંચો :ચહેરા પર અચાનક ઉપસી આવેલા ખીલથી છો પરેશાન? નેચરલ ગ્લો માટે અજમાવો આ 3 અસરકારક પાંદડાં
આ પણ વાંચો :ઘર બનશે ‘નેચરલ એર ફ્રેશનર’: આ 5 મનમોહક સુગંધિત છોડથી તમારા ઘરના ખૂણે-ખૂણા મહેકી ઊઠશે
