Health News: કડકડતી ઠંડી (Cold) હાલ પડી રહી છે. ઠંડીના કારણે લોકો સૂવાનું વધુ પસંદ કરતા હોય છે. ઊંંઘ (Deep Sleep) પણ એટલી જ આવતી હોય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે શિયાળામાં જ કેમ વધુ ઊંઘ આવે છે?! આ બાબતે ઘણા સંશોધનો અને અભ્યાસ થયા છે. એક રિસર્ચ મુજબ શિયાળામાં સૂર્ય પ્રકાશ ઓછો જોવા મળે છે, જેથી સ્લીપ હોર્મોનનું પ્રમાણ વધી જાય છે. પરિણામે આપણને સારી અને ગાઢ નિદ્રા આવે છે.
ઉપરાંત, આ કારણે પણ વધુ ઊંઘ આવે છે
મેલાટોનિન હોર્મોનની અસર
મેલાટોનિન રાત્રિના સમયે ઉત્પન્ન થતું હોય છે, જે ઊંઘનું હોર્મોન ગણાય છે. શિયાળામાં, વહેલી સવારના પ્રકાશનો ઓછો સંપર્ક હોય છે, જે શરીરને મેલાટોનિનનું ઉત્પાદન બંધ કરવાનો સંકેત આપે છે. જેના કારણે સવારે ઉઠવું મુશ્કેલ બને છે.
સર્કેડિયનમાં ફેરફાર
સર્કેડિયન ઘડિયાળ ઊંઘને નિયંત્રિત કરે છે, અને શિયાળામાં સર્કેડિયન લયમાં ફેરફાર (Rapid Eye Movement) ઊંઘમાં વધારો કરી શકે છે.

ઓછો સૂર્યપ્રકાશ
શરીર શિયાળામાં સાંજે વહેલાં વહેલાં મેલાટોનિન ઉત્પન્ન કરે છે, જેનાથી ઊંઘ આવવામાં સરળતા રહે છે. શિયાળામાં ઊંઘને અસર કરી શકે તેવા અન્ય પરિબળોમાં નીચેનાનો સમાવેશ થાય છે: ઠંડું તાપમાન, બદલાતું હવામાન અને શરીરની પ્રક્રિયાઓમાં વિક્ષેપ.
શરીરનું તાપમાન
ઠંડા હવામાનમાં, બહારનું તાપમાન ઓછું હોય છે, પરંતુ રજાઇ અથવા પથારીની હૂંફ ઊંઘ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે. ગરમ વાતાવરણમાં આરામદાયક લાગવાથી ઝડપથી ઊંઘ આવવામાં મદદ મળે છે.

આળસ વધુ આવવી
શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે વધુ ઊર્જાની જરૂર પડે છે. આ ઉર્જા વપરાશને લીધે, લોકો ઝડપથી થાક અનુભવે છે અને વધુ આરામની જરૂર છે.
આ આહાર શિયાળામાં ઊંઘ લાવવામાં મદદ કરતા હોય છે…
ચેરી, કેળાં, ફેટી ફિશ (માછલી), કિવી, દૂધ, પિસ્તા, કંદમૂળ, કોબીજ અને બ્રોકોલી. ઉપરાંત, દૂધ અને તેના ઉત્પાદનો જેવા કે, દૂધ, કોટેજ ચીઝ, યોગર્ટ વધુ અને ગાઢ ઊંઘ લાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. મોટી ઊંમરના લોકો ઊંઘ લાવવા દૂધનું સેવન કરતા હોય છે.
