india news/ રાહુલ ગાંધીનો અમિત શાહને પુછ્યા સવાલ, વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કેમ થયો?

વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જ મુદ્દે રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ને પત્ર લખીને કડક સવાલો ઉઠાવ્યા છે.

Top Stories India
Rahul Gandhi

Rahul Gandhi Letter To Amit Shah: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જના મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ પોતાના પત્રમાં સવાલ ઉઠાવ્યો છે કે, શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાનો આદેશ કોણે આપ્યો હતો? તેમણે આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે લોકશાહી દેશમાં વિદ્યાર્થીઓને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે અને આવા શાંતિપૂર્ણ વિરોધ પર બળપ્રયોગ કરવો અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે ગૃહ મંત્રાલય પાસે સમગ્ર ઘટનાક્રમ અંગે સ્પષ્ટતા માંગતા કહ્યું કે વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહી માટે જવાબદારી નક્કી થવી જોઈએ.

આ દરમિયાન કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર-મંતર પર ચાલી રહેલું કોકરોચ જનતા પાર્ટી (CJP)નું વિરોધ પ્રદર્શન સમાપ્ત થયું છે. બીજી તરફ, કેન્દ્ર સરકાર લોકસભામાં પેપર લીક સામે કડક કાયદો લાવવાની તૈયારીમાં છે. સરકાર સોમવારે એવું બિલ રજૂ કરશે જેમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.


20 જુલાઈએ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતાં જ CJP દ્વારા સંસદ કૂચ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ત્યારબાદ કોંગ્રેસે શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે સંસદમાં ભારે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે કાર્યવાહી પણ પ્રભાવિત થઈ હતી.

હવે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ માટે માત્ર શિક્ષણમંત્રી જ નહીં, પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જવાબદાર છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પણ સમગ્ર ઘટનાને લઈને દેશની જનતા અને વિદ્યાર્થીઓની માફી માંગવાની માંગ કરી છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે પેપર લીક મુદ્દા સાથે હવે અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના મુદ્દે પણ વિપક્ષ સરકારને ઘેરવાની તૈયારીમાં છે. ખાસ કરીને 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (SP) બંને આ મુદ્દાઓને રાજકીય રીતે ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે.

બીજી તરફ ભાજપ પણ વિપક્ષના હુમલાનો જવાબ આપવા માટે તૈયાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. સરકાર સંસદમાં કોંગ્રેસના શાસનકાળ દરમિયાન થયેલી કથિત ગેરરીતિઓના મુદ્દાઓ ઉઠાવીને વળતો પ્રહાર કરી શકે છે. જેના કારણે આગામી દિવસોમાં સંસદનું ચોમાસુ સત્ર વધુ રાજકીય ઘર્ષણ અને તીખા વાકયુદ્ધનું સાક્ષી બની શકે છે.


આ પણ વાંચો: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અમિત શાહે કહ્યું, દેશ પહેલા આવે છે, વિદ્યાર્થીઓથી વધુ કોઈ પદ મહત્વનું નથી

આ પણ વાંચો: સોનમ વાંગચુક પર લાઠીચાર્જ અને રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં માંગરોળમાં પ્રદર્શન

આ પણ વાંચો: PM આવાસ પાસે કોંગ્રેસનું ધરણું ઉગ્ર બન્યું, રાહુલ ગાંધીની અટકાયત, પ્રિયંકા-અખિલેશ પણ પોલીસ કસ્ટડીમાં