Lifestyle: રાજસ્થાનની પરંપરાગત વાનગીઓમાં તીખા, ખાટા અને દેશી મસાલાથી તૈયાર થતી એક સ્વાદિષ્ટ ડિશ છે રાજસ્થાની દહીં-મિર્ચી (Rajasthani Dahi-Mirchi)… આ રેસિપી બનાવવામાં વધુ સમય લાગતો નથી અને લસણ, વરિયાળી અને મેથીનો વઘાર એના સ્વાદમાં ચાર ચાંદ લગાવી દે છે. રોટલી, પરોઠા કે પછી દાળ-ભાત સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.
શી રીતે બનાવશો રાજસ્થાની દહીં-મિર્ચી? (Rajasthani Dahi-Mirchi Recipe)
સામાન્યત: ગુજરાતી ભોજન ગળપણવાળું હોય છે. જ્યારે રાજસ્થાની જમણ (Traditional Rajasthani Dish) તીખું હોય છે. જો કોઈ દિવસ ઘરમાં શાક ન હોય અને કંઇક તીખું-ચટપટું ખાવાનું મન થાય તો આજે જ રાજસ્થાનની આ ફૅમસ ડિશ તૈયાર કરી શકો છો. રોટલીની સાથે એ અત્યંત ટેસ્ટી લાગે છે અને એક સાઇડ ડિશની જેમ પણ તમે એને દાળ-ભાત સાથે ખાઈ શકો છો. આ વાનગી બનાવવા માટે તમને ઘરે રહેલા મસાલાની જ આવશ્યકતા રહેશે અને સાથોસાથ સમયની પણ બચત થશે.
લીલા મરચાં, દહીં અને ખડા મસાલાથી બનતી આ સબ્જી (Rajasthani Dahi-Mirchi) સ્વાદમાં તીખી, મસાલેદાર અને હળવી ખટાશપડતી હોય છે. તો ચાલો એને બનાવવાની વિધિ તથા સામગ્રી વિશે જોઇ લઇએ…

સામગ્રી (Ingredients)
10 લીલા મરચાં
10-12 લસણની કળીઓ
1 કપ ફેંટેલું દહીં
1 ચમચી જીરું
1 ચમચી વરિયાળી
1/2 ચમચી મેથી દાણા
1/2 ચમચી હીંગ
1 ચમચી હળદર
1 ચમચી ધાણા પાવડર
1.5 ચમચી કશ્મીરી લાલ મરચું
સ્વાદાનુસાર મીઠું
2 ચમચા તેલ
બારીક સમારેલી કોથમીર

બનાવવાની વિધિ (Rajasthani Dahi-Mirchi Recipe)
1. સૌપ્રથમ લીલા મરચાં (Green Chillies)ને ધોઇને સારી રીતે સૂકવી લો.
2. આ મરચાંને વચ્ચેથી ચીરા લગાવી લો. ઓછું તીખું પસંદ કરતા હો મરચાંના બીજ કાઢી શકો છો.
3. હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને એમાં રાઈ, વરિયાળી, જીરું, વરિયાળી અને મેથી દાણા ઉમેરો. મસાલા જ્યારે તતડી જાય ત્યારે એમાં હીંગ ઉમેરો.
4. બારીક સમારેલી અથવા તો છૂંદેલી લસણની કળીઓ (Garlic) ઉમેરીને સોનેરી રંગની થાય ત્યાં સુધી સાંતળી લો.
5. લીલા મરચાં ઉમેરીને 2-3 મિનિટ સુધી સાંતળી જેથી એ થોડી નરમ થઈ જાય.
6. તેમાં હળદર, કશ્મીરી લાલ મરચું અને ધાણા પાવડર ઉમેરીને ધીમા તાપે હલાવતા રહીને સાંતળી લો.
7. સ્લૉ ફ્લેમ પર ફેંટી લીધેલું દહીં (Curd) ધીમે-ધીમે ઉમેરીને સતત હલાવતા રહો. દહીં ઉમેર્યા બાદ એને સતત ચલાવવું જરુરી છે નહિં તો દહીં ફાટી શકે છે.
8. સ્વાદાનુસાર મીઠું ઉમેરીને આ સબ્જીને થોડીવાર ધીમા તાપે પકાવી લો.
જ્યારે શાક તેલ છોડવા લાગે ત્યારે ગૅસને બંધ કરી દો. તો તૈયાર છે તમારી રાજસ્થાની દહીં-મિર્ચી સબ્જી (Rajasthani Dahi-Mirchi Sabji)….જેની ઉપર કોથમીર છાંટીને તમે પીરસી શકો છો.
રોટલીની સાથે એ અત્યંત ટેસ્ટી લાગે છે અને એક સાઇડ ડિશની જેમ પણ તમે એને દાળ-ભાત સાથે ખાઈ શકો છો. એનો તીખો-મસાલેદાર સ્વાદ સાધારણ ભોજનને પણ ખાસ બનાવી દેશે!
નોંધ- દહીંને રુમ ટેમ્પરેચર પર રાખવું અને શાકમાં ઉમેરતા પહેલાં સારી રીતે ફેંટી લેવું.
આ પણ વાંચો: મૂળાની ભાજીને ફેંકશો નહિં…બનાવો ચટાકેદાર મૂળાની ચટણી…ફટાફટ રેસિપી..!
આ પણ વાંચો: મારવાડની લસણ-લાલ મરચાની ચટણી…એની આગળ શાકભાજીનો સ્વાદ પણ ફિક્કો લાગશે..!
