Not Set/ Video: હોટ અને દિલકશ અંદાજમાં એલી અવરામનું નવું ગીત: અહી જુઓ

મુંબઈ, મિકી વાયરસ અને કિસ કિસકો પ્યાર કરું જેવી ફિલ્મોમાં નજર આવી ચુકેલી અભિનેત્રી એલી અવરામ નચદી ફીરાંગી ગીતમાં હોટ અને દિલકશ અંદાજમાં નજર આવી રહી છે. આ ગીત મિત બ્રધર્સ અનજાન અને કનિકા કપૂરના સહયોગથી બન્યું છે. મિત બ્રધર્સ સાથે કામ કરવા બાબતે એલીએ કહ્યું કે છેલ્લા બે વર્ષથી અમે એક વીડિઓમાં સાથે કરવાને […]

Trending Entertainment

મુંબઈ,

મિકી વાયરસ અને કિસ કિસકો પ્યાર કરું જેવી ફિલ્મોમાં નજર આવી ચુકેલી અભિનેત્રી એલી અવરામ નચદી ફીરાંગી ગીતમાં હોટ અને દિલકશ અંદાજમાં નજર આવી રહી છે. આ ગીત મિત બ્રધર્સ અનજાન અને કનિકા કપૂરના સહયોગથી બન્યું છે.

મિત બ્રધર્સ સાથે કામ કરવા બાબતે એલીએ કહ્યું કે છેલ્લા બે વર્ષથી અમે એક વીડિઓમાં સાથે કરવાને લઈને વાત કરતા હતા. મને જયારે આ મ્યુઝીક વીડિઓ માટે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ખુબ ખુશી થઇ હતી. જયારે મને ખબર પડી કે કનિકા પણ આ ગીત સાથે જોડાયેલી છે તો હું ખુબ રોમાંચિત થઇ ગઈ હતી. શૂટિંગ કરવાની મને ખુબ મજા આવી .

આપને જણાવી દઈએ કે એલી અવરામ રીયાલીટી ટીવી શો બીગ બોસની સાતમી સીઝનમાં જોવા મળી હતી. આ સિવાય ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં એક હોસ્ટ તરીકે પણ જોવા મળી હતી.

 

બોલીવૂડમાં એલીએ વર્ષ 2013માં મનીષ પોલ સાથે મિકી વાયરસ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. અને બીજા કેટલાક રીયાલીટી શોમાં પણ ભાગ લીધો હતો. હવે એલી આ આલ્બમમાં દેખાઈ છે.