મુંબઈ
કરિયરની ઉંચાઈ પર પહોંચનાર પ્રિયંકા ચોપરા હાલ તેની લવ લાઈફને લઈને ખુબ જ ખુશ છે. તાજેતરમાં જ સગાઇ કર્યા પછી પ્રિયંકાએ નિકના સાથે તેના રીલેશનને ઓફિશિયલી કરીને પોતાના ફેન્સને પણ પોતાની આ ખુશીમાં સામેલ કર્યા છે. હવે પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર નીકનો એક ફોટો શેર કર્યો છે અને તેમાં પ્રિયંકાએ તેની કિસ પણ મોકલી હતી.
હાલ પ્રિયંકા અને નિક સોશિયલ મીડિયા પર એકબીજાને લઈને પોતાના પ્યારનો ઈઝહાર કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા પ્રિયંકાએ એવું જ કંઈ કર્યું હતું. તેને ઇન્સ્ટાગ્રામ પર નિક જોનસનો એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં નિકએ ટીશર્ટ પહેરી છે. તેના પર “નમસ્તે” લખ્યું છે અને હવે દેશી ગર્લને તેના વિદેશી હમસફરનો આ અંદાજ એટલો પસંદ આવ્યું કે તે પોતાને રોકી ન શકી અને તેના આ ફોટા પર તેને કિસ મોકલી આપી હતી.

મળતી માહિતીનું માનવામાં આવે તો, નિક અને પ્રિયંકા ઓક્ટોબર મહિનામાં લગ્ન કરી શકે છે અને કહેવામાં આવી રહ્યું છે કે, તેમના વેડિંગ ડેસ્ટીનેશન હવાઈ હશે.
થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વીડીયો વાયરલ થઇ રહ્યું હતો તેમાં પ્રિયંકાની માતા પૂજા અને નિકની માતા પંજાબી સોંગ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. એવું લાગી રહ્યું છે કે બંનેના લગ્નથી બંને પરિવારના લોકો ખુબ જ ખુશ લાગી રહ્યા છે.
હાલ તો પ્રિયંકા ‘ધ સ્કાઈ ઈઝ પિંક’ની શુટિંગમાં વ્યસ્ત છે. જણાવીઈએ કે, આ મુવીમાં પ્રિયંકા સાથે ફરહાન અખ્તર પણ જોવા મળશે.
