Gandhinagar News: પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે (Gujarat Government) મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઈલોનો ઉપયોગ તબક્કાવાર બંધ કરવામાં આવશે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
Gujarat Government: સચિવાલયથી યુનિવર્સિટી સુધી નિર્ણય લાગુ
આ નિર્ણય સચિવાલયના તમામ વિભાગો, ખાતાના વડાની કચેરીઓ, જાહેર સાહસો, નિગમો, મંડળો, સ્વાયત્ત સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકારી યુનિવર્સિટીઓ સહિતની સંસ્થાઓમાં (Plastic File Ban) લાગુ પડશે. ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓને પણ આ નિર્ણય હેઠળ આવરી લેવામાં આવી છે.
પ્લાસ્ટિકના બદલે કાગળ, શણ અને કાપડ
સરકારી કચેરીઓમાં દૈનિક કામગીરી દરમિયાન ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઈલોના સ્થાને હવે કાગળ, શણ અને કાપડમાંથી બનેલા પર્યાવરણને અનુકૂળ ફાઈલ કવરનો ઉપયોગ કરવામાં આવશે. આ રીતે સરકારી વહીવટમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવાનો (Eco Friendly Files) પ્રયાસ કરવામાં આવશે.
હાલનો સ્ટોક પૂર્ણ થયા બાદ નવી ખરીદીમાં ફેરફાર
કચેરીઓમાં હાલમાં ઉપલબ્ધ પ્લાસ્ટિકની સ્ટેશનરીનો સ્ટોક જ્યાં સુધી છે ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાશે. હાલનો સ્ટોક પૂર્ણ થયા બાદ નવી સ્ટેશનરીની ખરીદી પર્યાવરણલક્ષી દિશાનિર્દેશો મુજબ જ કરવાની રહેશે.
પ્લાસ્ટિક વેસ્ટ ઘટાડવા સરકારની પહેલ
ભારત સરકારના પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986 અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2016 અંતર્ગત પ્લાસ્ટિક કચરો ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ‘સ્વચ્છ ભારત મિશન’ અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે રાજ્ય સરકારે આ (Environment Protection) પહેલ કરી છે. નિર્ણયના અમલથી સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિક આધારિત સ્ટેશનરીનો વપરાશ ઘટશે અને પર્યાવરણલક્ષી કાર્યપ્રણાલીને પ્રોત્સાહન મળશે.
આ પણ વાંચો: જામનગરના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ
આ પણ વાંચો: ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં મોટો નિર્ણય: 31 ઓગસ્ટે પાંચેય દોષિતોને સજા સંભળાવશે કોર્ટ
આ પણ વાંચો: રાજકોટ મનપાની આવાસ યોજનામાં ગેરરીતિનો આક્ષેપ, એક જ અરજદારને બે ફ્લેટ?
