Lifestyle/ કેવળ 1 ગ્લાસ દૂધ અને તાજા નાળિયેરની હલવાઈ સ્ટાઇલ મીઠાઈ બનાવો…વ્રત માટે પરફેક્ટ રેસિપી…

બજારમાં મળતી ભેળસેળની આશંકાયુક્ત મીઠાઈ ખાવાના બદલે શ્રાવણ મહિનાના ઉપવાસ દરમિયાન ખાઈ શકાય એવી આ Fresh Coconut Barfi બનાવો…

Trending festival Food Lifestyle
Fresh Coconut Barfi...શ્રાવણ સ્પેશ્યલ રેસિપી...!

Lifestyle: જો તમે શ્રાવણ સ્પેશ્યલ અથવા તો જન્માષ્ટમી જેવા તહેવાર (Shravan Special or Janmashtami Special Sweet) માટે મીઠાઈ બનાવવા માગતા હો તો અહિં તમને તાજા નારિયેળની બરફી (Fresh Coconut Barfi) બનાવવાની સરળ પદ્ધતિ દર્શાવવા જઇ રહ્યા છીએ. આ મીઠાઈ ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે.

શ્રાવણ મહિનાના ઉપવાસ (Fast) દરમિયાન ખાઈ શકાય એવી આ વાનગીને તમે પ્રસાદ (Prasad) તરીકે ભગવાનને ધરાવી શકો છો. આ ઉપરાંત, વ્રત સમયે કંઇક ગળ્યું ખાવાનું પણ મન થતું હોય છે અને આવામાં બજારની મીઠાઈ ઘણી જ મોંઘી પડે છે. આ ઉપરાંત, બજારની ભેળસેળની આશંકાયુક્ત મીઠાઈ ખાવાના બદલે ઘરે જ આ રેસિપી બનાવો અને એનો આનંદ માણો!

જો શુદ્ધ અને સ્વાદિષ્ટ મીઠાઈના ચાહક હો તો તાજા નારિયેળની બર્ફી (Fresh Coconut Barfi)થી વધુ બહેતર કશું જ ન હોઇ શકે! આમાં તમારે કલાકો વેડફવાની જરુર નથી અને ચાસણી બનાવવાની પણ જરુર નથી….વધારે સામાન પણ નહિં જોઇએ. કોઈ પણ પ્રકારની ઝંઝટ વિના જ આ મીઠાઈ તૈયાર થઇ જશે! તો ચાલો જોઈ લઇએ કે તાજા નારિયેળની બરફી (Fresh Coconut Barfi) બનાવવા માટે તમને કઈ-કઈ સામગ્રીની આવશ્યકતા રહેશે?

શી રીતે બનાવશો તાજા નારિયેળની બરફી? (Fresh Coconut Barfi Recipe)

આ સરળ વાનગી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredient)ની આવશ્યકતા રહેશે.

તાજા નારિયેળ

સામગ્રી

તાજા નારિયેળનું સફેદ છીણ

ફૂલ ક્રીમ દૂધ- 1 ગ્લાસ (આશરે 250-300 મિલી)

ખાંડ-1/2 કપ અથવા તો સ્વાદાનુસાર

દેશી ઘી- 1 નાની ચમચી

લીલી ઇલાયચીનો પાવડર- 1/2 નાની ચમચી

પિસ્તા-બદામની કતરણ- 1 મોટી ચમચી (સજાવટ માટે)

તાજા નારિયેળની બરફી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ તાજા નારિયેળના બ્રાઉન ભાગને ચપ્પુ વડે છોલીને દૂર કરી દો.

2. હવે નારિયેળના નાના યુકડા કરીને મિક્સરમાં પલ્સ મોડ પર પાણી ઉમેર્યા વિના છીણ (Fresh Coconut Pulp) બનાવી લો.

3. એક ભારે તળિયાવાળી કડાઇમાં 1 ગ્લાસ ફૂલ ક્રીમ દૂધ (Milk) ઉમેરો અને મધ્યમ તાપે એને 5-7 મિનિટ સુધી ઉકળવા દો.

4. દૂધ ઘટ્ટ બને એટલે એમાં તાજા નારિયેળનો પલ્પ ઉમેરો અને એને સરસ રીતે મિક્સ કરી દો.

5. જ્યાં સુધી નારિયેળ તમામ દૂધ શોષી ન લે, એને સતત હલાવતા રહો.

6. જ્યારે મિશ્રણ લચકાપડતું થાય ત્યારે એમાં 1/2 કપ ખાંડ ઉમેરો.

7. ખાંડ પીગળવાથી મિશ્રણ થોડુંક પાતળું બનશે. જ્યાં સુધી પાણી સુકાઇ જાય નહિં અને કડાઇની સપાટી છોડવા ન લાગે ત્યાં સુધી મિશ્રણને લગાતાર હલાવતા રહો .

8. હવે એમાં 1 નાની ચમચી દેશી ઘી (Desi Ghee) અને 1/2 નાની ચમચી લીલી ઇલાયચીનો પાવડર (Green cardamom powder) મિક્સ કરી લો. ઘીથી બરફીમાં ચમક આવશે અને સ્વાદ પણ વધી જશે.

9. 1 મિનિટ બાદ ગૅસ બંધ કરીને એક થાળી અથવા બરફી ટ્રેમાં ઘી લગાવીને તૈયાર મિશ્રણને પાથરી લો અને ચમચી કે સ્પેચ્યુલાની મદદથી એકસમાન ફેલાવી દો.

તો તૈયાર છે તમારી તાજા નારિયેળની બરફી…એની ઉપર બદામ-પિસ્તા (Dryfruit)ની કતરણ પાથરીને હળવા હાથે દબાવી બરફીને સજાવી દો. ત્યારબાદ, 30-40 મિનિટ સુધી રુમ ટેમ્પરેચર અથવા તો ફ્રિઝમાં રાખીને સેટ થવા દો. જામે પછી એને મનભાવન આકારમાં (ચોરસ કે ડાયમંડ) કાપી લો.

આ બરફીને તમે કાચ અથવા તો સ્ટીલ કે પ્લાસ્ટિકના એરટાઇટ કન્ટેનરમાં રાખીને ફ્રિઝમાં આરામથી 7 થી 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. ઉપવાસ કે વ્રતમાં આ મીઠાઈ તરત જ ઊર્જા પ્રદાન કરનારો સરસ મજાનો ફળાહાર છે.


આ પણ વાંચો: પ્રોટીનથી ભરપૂર સત્તુના લાડુ….ગરમીમાં નાસ્તા માટે શ્રેષ્ઠ વિકલ્પ…ઝટપટ રેસિપી..!

આ પણ વાંચો: ઉનાળામાં સત્તુનો રસ જરૂર ટ્રાય કરો, ફાયદા જાણી રોજ પીશો