Lifestyle: શ્રી કૃષ્ણ જન્માષ્ટમી (Janmashtami 2026)એ મથુરા-વૃંદાવન ઉપરાંત, ભારતના ખૂણે-ખૂણે અને વિદેશોમાં પણ ધૂમ મચી જાય છે! આ પૂજામાં ધાણા પંજરી (Panjiri Prasad)નું વિશેષ મહત્વ રહેલું છે. આ સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ માનવામાં આવે છે.
મથુરા, વૃંદાવન અને દેવભૂમિ દ્વારકા (Mathura, Vrindavan and Devbhoomi Dwarka)માં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવાની તૈયારીઓ મહિનાઓ અગાઉથી કરવામાં આવે છે. દરેક આ ક્ષણની રાહ જોતા હોય છે જ્યારે કાન્હાનો જન્મ થયો હતો! જન્માષ્ટમીના દિવસે લોકો ઉપવાસ (Fast) રાખે છે અને મધ્યરાત્રિએ કાન્હાનો જન્મ થતા પારણા કરે છે. આ દિવસે કનૈયા (Lord Krishna)નો મનપસંદ પ્રસાદ, માખણ-મિસરી, પેંડા, દહીં અને પંજરીનો પ્રસાદ (Panjiri Prasad) ધરાવવામાં આવે છે. આ પૂજામાં ધાણા પંજરીનું વિશેષ મહત્વ રહેલું છે. આ સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. તમે આ સ્પેશ્યલ ધાણા પંજરી બનાવીને આ જન્માષ્ટમીએ અવશ્ય ધરાવો અને બાળગોપાળને ખુશ કરો. તો જાણી લઈએ ધાણા પંજરી બનાવવાની રેસિપી (Dhaniya Panjiri Prasad Recipe)…
શી રીતે બનાવશો ધાણા પંજરી? (Dhaniya Panjiri Prasad Recipe)
ધાણાની પંજરી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
2 કપ ધાણા પાવડર
1 કપ મખાના
પા કપ ઘી
10-12 સમારેલા કાજુ
10-12 સમારેલી બદામ
અડધો કપ દળેલી ખાંડ
અડધી ચમચી ઈલાયચી પાવડર

બનાવવાની વિધિ
1. ધાણા પંજરી બનાવવા માટે તમારે આખા ધાણા લઇને મધ્યમ તાપે એમ જ શેકી લેવાના રહેશે.
2. પંજરીમાં ઉમેરવા માટે કાજુ, બદામ અને મખાના (Cashews, Almonds and Makhana) વગેરેના નાના ટુકડા કરી લેવા.
3. એક પૅનમાં 1 ચમચી દેશી ઘી લઈને એમાં કાજુ-બદામ તથા મખાનાને ધીમા તાપે શેકી લો.
4. હવે ઠંડા કરેલા ધાણાને મિક્સરમાં અધકચરા વાટી લેવા.
5. એક બાઉલમાં વાટેલા ધાણા, સૂકો મેવો, મખાના તથા દળેલી ખાંડ અથવા બૂરું ખાંડ મિક્સ કરી લેવી.
6. હવે એમાં ઈલાયચી પાવડર અને સારું એવું ઘી ઉમેરીને મિક્સ કરી લો.
તો તૈયાર છે તમારી ટેસ્ટી-હૅલ્ધી ધાણા પંજરી(Dhaniya Panjiri Prasad)…જેને કનૈયાને ધરાવીને પ્રસાદના રુપમાં ગ્રહણ કરો. આ પંજરી કેવળ સ્વાદમાં જ ટેસ્ટી નથી હોતી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે.
આ પણ વાંચો: કેવળ 1 ગ્લાસ દૂધ અને તાજા નાળિયેરની હલવાઈ સ્ટાઇલ મીઠાઈ બનાવો…વ્રત માટે પરફેક્ટ રેસિપી…
