મેષ
રાજકીય મામલે પક્ષનો હલ નીકળે. દરેક મુશ્કેલી પાર કરી લો. અધિકારી પ્રસન્ન થાય. જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને ખુશી મળે. યુવાનોને નવો રોજગાર મળે.
વૃષભ
વિરોધીઓથી સાવધાન રહેવું. લોકો તમને નુકશાન પહોચાડવાની કોશિશ કરે. ખરાબ વ્યવહારથી નજીકના લોકો ખુશ ન રહે. વૈવાહિક સંબંધોમાં ચિંતા વધે.
મિથુન
ઘરના સુખ-સુવિધાના સાધનો પર ખર્ચ થાય. આર્થિક સ્થિતિ મજબુત બને. તાલમેલથી કામ બને. તમે ઇરછો તેની સાથે સમય વિતાવી શકો.
કર્ક
અધિકારીઓની વાત માનવી. નસીબ ઉઘડે. કારોબારમાં લાભ થાય. ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય. વિરોધીઓ સતર્ક રહે. લગ્નજીવનમાં સુખ મળે.
સિંહ
તમારી આવડતથી સહકર્મી પ્રભાવિત થાય. માંગલિક યાત્રા થાય. મિત્રોની સાથે પ્રવાસનો કાર્યક્રમ બને. પ્રેમ-પ્રસંગમાં સફળતા મળે.
કન્યા
પ્રોમિસ પૂરું ન થાય જેને લીધે મનમાં દુઃખ રહે. સમાજમાં માન-સમ્માન વધે. કાર્યસ્થળ પર ખાસ ઓળખાણ બનાવામાં સફળતા મળે. દિલની જગ્યાએ દિમાગથી કામ લેવું.
તુલા
ઉચ્ચ ભણતર માટે સારો પ્રસ્તાવ મળી શકે. દોડધામ રહે. જરૂરિયાતમંદની મદદ કરવાને લીધે ખુશી મળે. પ્રિયજન સાથે મુલાકાત થાય. કાર્ય મહેનતથી પૂરું કરી શકો.
વૃશ્ચિક
અલગ માહોલમાં કામ કરવું મુશ્કેલ બને. જવાબદારી નિભાવવામાં ચક્કરમાં કામ વધી શકે. પરિવારની સમસ્યાનું સમાધાન થાય. યુવાનોને નોકરી મળી શકે.
ધન
સંય પર કામ પૂરું ન થવાને લીધે નુકશાન થાય. પરિવારની સમસ્યાનું સમાધાન થાય. લગનની ચર્ચામાં સફળતા મળે. જલ્દી લાભ મેળવવાના ચક્કરમાં ખોટા રસ્તા ન અપનાવો.
મકર
પરિજન જોડેથી ગીફ્ટ મળવાને લીધે ખુશી મળે. સામાજિક કામમાં સમ્મેલિત થાવ. ઘરેલું મામલામાં શક વધે. નવા સંપર્ક બને.
કુંભ
અટકાયેલા કામ ઉકેલવાનો અવસર આવે. ભાગીદારીમાં મોટી યોજના હાથ લાગે. બીજાના ઘરેલું મામલામાં દખલ ન કરવી. નુકશાન થઇ શકે.
મીન
બીજાના મામલામાં દખલ દેશો તો અપમાનનો સમાનો કરવો પડશે. કાર્ય કરવામાં બદલાવ લાવીને સારો લાભ મળે. નવું ઘર ખરીદવાનું મન થાય.
