સુરતના એક કપલે તેમના લગ્ન માટેની એવી કંકોત્રી બનાવી છે કે જેથી તમે ચોક્કસથી આશ્ચર્યમાં મુકાઇ જશો.
અત્યારના જમાનામાં મોટા ભગ્ન લોકો સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા છે. સુરતના આ કપલે તેમની કંકોત્રી પણ આ સોશિયલ મીડિયાની થીમ પર જ બનાવવાનું નક્કી કર્યું.

ગુજરાતી કપલ કે જેઓ ફેબ્રુઆરીમાં લગ્નના તાંતણે બંધાવાના છે તેમણે વોટ્સએપ થીમની કંકોત્રી તેમના લગ્ન માટે છપાવી છે.

આરઝુ અને ચિંતન દેસાઈ તેમના લગ્નની કંકોત્રી કઈક યુનિક કરવા માંગતા હતા. ચિંતન દેસાઈ જેઓ પોતે વેબ ડીઝાઈનર છે તેમણે ચાર પેજની વોટ્સએપ થીમની કંકોત્રી બનાવી છે.

આ રીતની કંકોત્રીનો આઈડિયાનો શ્રેય ચિંતને તેની થનારી પત્નીને આપ્યો હતો.

કંકોત્રીના કવરથી લઈને બધું જ વોટ્સએપ થીમનું છે. ગણેશજીનો ફોટો પણ આ કંકોત્રીમાં છે કે જે કંકોત્રીને થોડો ટ્રેડીશનલ લુક આપે છે.
જયારે આ કપલે તેમના પરિવારને વોટ્સએપની થીમની કંકોત્રીની વાત કરી હતી ત્યારે તે લોકો પણ ખુશ થઇ ગયા હતા. આરઝુ અને ચિંતન ફેબ્રુઆરીમાં લગ્નગ્રંથીમાં જોડાવાના છે.
