શિયાળાની સીઝનમાં ઘણીવાર ફેશનને લઈને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે ખાસ કરીને છોકરીઓને. મોટાભાગની છોકરીઓ સમજી શકતી નથી કે આ સીઝનમાં શું પહેરવાનું છે જેથી તેઓને ઠંડી પણ ના લાગે અને સ્ટાઇલિશ લૂક પણ મળે. આવી સ્થિતિમાં, તમે તમારી ફેશનને લગતી કેટલીક ટીપ્સ અપનાવી શકો છો. જે તમને શ્રેષ્ઠ ફેશનિસ્તા લાગશે.
બ્લેઝર અને સ્લિમ લેગિંગ્સ
તમે શિયાળામાં બ્લેઝરને બ્લેક સ્લિમ લેગિંગ્સ પહેરી શકો છો, જેનાથી આખા શરીરને તમે ઢાંકીને રાખી શકો છે, જેનથી ગરમી બની રહે છે અને તમે તેને બ્લેક મોજા અથવા બ્લેક બૂટ સાથે જોડી બનાવીને પહેરી શકો છો જેથી આખો લુક એકદમ સ્ટાઇલિશ દેખાશે.
તમારા જૂતાને બનાવો તમારી સ્ટાઇલ
જૂતાની એક સરસ અને સ્ટાઇલિશ જોડી શિયાળામાં તમારી સ્ટાઇલને બમણી કરી શકે છે. તમે તેને ટૂંકા ડ્રેસ સાથે પહેરી શકો છો.
વસ્ત્રોની લેયરિંગની ટેવ પાડો
ઠંડીમાં લેયરિંગ હંમેશા ટ્રેડમાં રહે છે. શિયાળામાં આ પ્રકારનાં ડ્રેસિંગ ખૂબ પ્રેક્ટીકલ પણ છે, તેથી લેયરિંગ કરવામાં અચકાવું જરૂરી નથી. સ્વેટર, જેકેટ, કોટની નીચે ટર્ટલનેક પહેરવાથી તમને ગરમીનો પણ અનુભવો થશે.
કોટમાં બેલ્ટ લગાવીને તેને નવો લૂક આપો
શિયાળાની સીઝનમાં રોજ એકસરખાં કપડાં પહેરવાથી કંટાળો આવે છે, જેથી તમે કંટાળાજનક જૂનો કોટ બેલ્ટ સાથે પહેરી શકો, જેથી તેને નવો દેખાવ મળે.
સ્કાર્ફ સાથે કેટલાક પ્રયોગો કરો
ગળામાં સાધારણ રીતે લપેટીને રાખ્યા ઉપરાંત, સ્કાર્ફનો ઉપયોગ અન્ય ઘણી રીતે કરી શકાય છે, અને સ્કાર્ફ સાથે પ્રયોગ કરવાની શ્રેષ્ઠ સીઝન શિયાળા સિવાય બીજી કોઇ હોઇ શકે નહીં. તમે તેને જેકેટની ઉપર મૂકીને બેલ્ટથી બાંધી શકો છો અથવા ખભાની નજીક ગાંઠની જેમ બાંધી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
