પેરિસ ઓલિમ્પિકમાં ભારતને તેના સ્ટાર ખેલાડીઓ પાસેથી મોટી અપેક્ષાઓ છે. આ ખેલાડીઓમાં અનુભવ અને યુવા બંનેનું મિશ્રણ છે. કેટલાક ખેલાડીઓ એવા છે જેમના માટે આ પ્રથમ ઓલિમ્પિક છે, જ્યારે કેટલાક ખેલાડીઓ અગાઉ પણ ઓલિમ્પિક મેડલ જીતી ચૂક્યા છે. પેરિસ ઓલિમ્પિકની શરૂઆત પહેલા એક નજર કરીએ એવા સ્ટાર ભારતીય ખેલાડીઓ પર, જેમની પ્રતિભા રમતગમતના મહાકુંભમાં જોવા મળશે.

નીરજ ચોપરા ભારતીય રમતોનો પોસ્ટર બોય છે અને તેણે ટોક્યોમાં દેશને તેનો પ્રથમ વ્યક્તિગત એથ્લેટિક્સ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. નીરજ પેરિસ ઓલિમ્પિકમાં પોતાના ટાઈટલનો બચાવ કરે તેવી અપેક્ષા છે. નીરજે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાની તૈયારીઓમાં પણ સુધારો કર્યો છે.

ભારતની પીવી સિંધુ બેડમિન્ટન સુપરસ્ટાર છે અને તેના માટે આ ત્રીજી ઓલિમ્પિક છે. વિમેન્સ સિંગલ્સમાં સિંધુએ રિયો અને ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તે ઓલિમ્પિક મેડલની હેટ્રિક ફટકારવા પેરિસ આવી રહી છે.
મહિલા બોક્સિંગ ઈવેન્ટમાં 50 કિગ્રા વર્ગમાં ભારતની નિખત ઝરીનને મેડલની મોટી આશા છે. તેણે બે વખત વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીતીને બોક્સિંગ સુપરસ્ટારનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે.

આસામની લવલીના બોર્ગોહેન ટોક્યો ઓલિમ્પિકમાં 75 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતની રાતોરાત સુપરસ્ટાર બની ગઈ. ફરી એકવાર વેલ્ટરવેઇટ કેટેગરીમાં લોવલિના પાસેથી મેડલની ઘણી અપેક્ષાઓ છે.
22 વર્ષીય લક્ષ્ય સેન પુરૂષ સિંગલ્સ બેડમિન્ટનમાં બીજું મોટું નામ છે અને તે તેની પ્રથમ ઓલિમ્પિકમાં પ્રભુત્વ મેળવવા માટે તૈયાર છે. ઓલિમ્પિકમાં ભાગ લેતા પહેલા લક્ષ્ય કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતી ચૂક્યો છે. તે 2022માં થોમસ કપ વિજેતા ટીમનો પણ ભાગ રહ્યો છે અને યુવા સ્તરે ગોલ્ડ જીત્યો છે.
આ પણ વાંચો:જયસૂર્યાએ ટી20 શ્રેણી પહેલા કહ્યું ,શ્રીલંકાએ ભારતીય ખેલાડીઓની નિવૃત્તિનો લાભ લેવો જોઈએ
આ પણ વાંચો:ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ભાગીદારી પર પાકિસ્તાને માંગી ભીખ, ICCને કરી વિનંતી, કહ્યું- BCCIને મનાવો
આ પણ વાંચો:નક્સલવાદીઓના ટેરર ફંડિંગ નેટવર્ક સામે NIAની કાર્યવાહી
