Junagadh News:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જુનાગઢથી યુનિટી માર્ચના ભાગરૂપે રાજ્યવ્યાપી પદયાત્રાનો આરંભ કરાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ઉજવાઇ રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી અવસરે યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા સ્વદેશી ચીજ વસ્તુના ઉપયોગના શપથ પણ લેવામાં આવ્યા.
આજે જૂનાગઢમાં યુનિટી માર્ચનું ભવ્ય આયોજન
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જૂનાગઢ (Junagadh) જિલ્લા વહીવટ તંત્રના ઉપક્રમે કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, 1947ની 9મી નવેમ્બરે જૂનાગઢ નવાબી શાસન માંથી આઝાદ થઈને ભારતમાં ભળ્યું હતું તેને જૂનાગઢ મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર વલ્લભ ભાઈ પટેલના (Sardar Vallabhbhai Patel) મહત્વપૂર્ણ યોગદાનથી જુનાગઢ ભારતમાં ભળવાના આ યાદગાર દિવસે આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અવસરે યુનિટી માર્ચના ભાગરૂપે પદયાત્રાનું આયોજન વિશેષ મહત્વનું છે.આ અવસરે મુખ્યમંત્રીએ આરઝી હકૂમતના સ્વાતંત્ર્ય સેનાનીના પરિવાર જનોનુ પણ સન્માન કર્યું.
એક ભારત આત્મનિર્ભર ભારતની થીમ પર ખાસ આયોજન
આજે જૂનાગઢ તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. 15 ઓગસ્ટ, 1947 ના રોજ ભારતને આઝાદી મળી ત્યારે જૂનાગઢના નવાબે જૂનાગઢ અને માણાવદરને પાકિસ્તાનમાં જોડવાની જાહેરાત કરી હતી. તે સમયે, સરદાર વલ્લભભાઈ પટેલે એક ચતુરાઈભરી રણનીતિ અપનાવીને, આરઝી હુકુમત સેનાની સ્થાપના કરી, અને 84 દિવસના સંઘર્ષ પછી, 9 નવેમ્બર, 1947 ના રોજ જૂનાગઢ નવાબના શાસનમાંથી મુક્ત થયું, અને નવાબ લાહોર ભાગી ગયા.સરદાર પટેલે જૂનાગઢની મુક્તિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાથી, જૂનાગઢથી રાજ્યવ્યાપી એકતા કૂચ શરૂ થશે. સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી હોવાથી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે.
આ પણ વાંચો: ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
આ પણ વાંચો: ખેડૂત આક્રોશનો ફાયદો લેવા AAP પછી હવે કોંગ્રેસ મેદાનમાં
આ પણ વાંચો: ગુજરાતની ‘વનબંધુ કલ્યાણ યોજના’થી ખેતીનું ચિત્ર બદલાયું…’લિફ્ટ પાઇપલાઇન ટેક્નિક’ આદિવા
