Not Set/ પાણીની પાઇપલાઈન તૂટતાં આજુબાજુના ખેતરોની શું હાલત થઇ, જુવો વિડીયો

પાલનપુર: બનાસકાંઠામાં પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ પડ્યું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પાલનપુરના ખારોડિયા ગામમાં આવેલી પાઇપ લાઇનમાં ભંગાણ પડ્યું હતું જેને લઇને હજારો લિટર પાણી વેડફાઇ ગયું હતું. અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ વેડફાયેલું પાણી આજૂબાજુના ખેતરમાં ફરી વળતાં ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા. […]

Gujarat

પાલનપુર: બનાસકાંઠામાં પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ પડ્યું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પાલનપુરના ખારોડિયા ગામમાં આવેલી પાઇપ લાઇનમાં ભંગાણ પડ્યું હતું જેને લઇને હજારો લિટર પાણી વેડફાઇ ગયું હતું. અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જો કે આ વેડફાયેલું પાણી આજૂબાજુના ખેતરમાં ફરી વળતાં ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા. ખાસ વાત તો એ છે કે આ ઘટના અંગે સ્થાનિકોએ તંત્રને જાણ કરી હોવા છતાં પણ તંત્રના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા નથી. જેને લઇને સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તંત્રની ઢીલી નિતી સામે સવાલો ઉઠાવ્યા હતા.