Not Set/ કો-એજ્યુકેશનમાં છોકરીઓ કાયમ દબાણમાં રહે છે,જાણો સર્વે શું કહે છે 

અમદાવાદ સામાન્ય ધારણા હોય છે કે કો-એજ્યુકેશનમાં અભ્યાસ કરતા બાળકો વધુ સ્માર્ટ અને એક્ટીવ હોય છે. આ જ માનસિક્તાની જ અસર છે કે, આજના સમયમાં મોટાભાગના દરેક માતા-પિતા પોતાના બાળકોને આવી જ જગ્યાએ શિક્ષણ આપવા માંગે છે, જ્યાં છોકરા અને છોકરીઓ સાથે ભણતા હોય. માતા-પિતાનો વિચાર હોય છે કે આવી જગ્યાએ ભણવાથી બાળક વહેલી તકે […]

World
અમદાવાદ
સામાન્ય ધારણા હોય છે કે કો-એજ્યુકેશનમાં અભ્યાસ કરતા બાળકો વધુ સ્માર્ટ અને એક્ટીવ હોય છે. આ જ માનસિક્તાની જ અસર છે કે, આજના સમયમાં મોટાભાગના દરેક માતા-પિતા પોતાના બાળકોને આવી જ જગ્યાએ શિક્ષણ આપવા માંગે છે, જ્યાં છોકરા અને છોકરીઓ સાથે ભણતા હોય. માતા-પિતાનો વિચાર હોય છે કે આવી જગ્યાએ ભણવાથી બાળક વહેલી તકે કોમ્યુનિકેટ કરવુ શીખી લેશે.
આ તો સામાન્ય માનસિક્તા છે અને તેની અસર. પરંતુ હાલમાં કરવામાં આવેલ એક સંશોધન મુજબ કો-એજ્યુકેશનમાં છોકરીઓ પર વધુ પડતુ દબાણ હોય છે. આ દબાણ સામાજિક હોય છે અને તેઓ આ દબાણથી આંતરીકરીતે પ્રભાવિત પણ થાય છે. જે સ્કુલોમાં છોકરા અને છોકરીઓ સાથે અભ્યાસ કરે છે ત્યાં છોકરીઓને હંમેશા એ વાતની ચિંતા રહેતી હોય છે કે તે પોતે કેવી લાગે છે. સંશોધનમાં જણાવાયુ છે કે, આવી જગ્યાએ છોકરીઓને હંમેશા એ ફિકર રહેવા લાગે છે કે તે દેખાવમાં સારી લાગે છે કે નહીં. જ્યારે ગર્લ્સ કોલેજ કે સ્કુલમાં અભ્યાસ કરતી છોકરીઓને આટલી ચિંતા નથી હોતી. છોકરાઓ સાથે અભ્યાસ કરતી છોકરીઓને લાગે છે કે તેઓ હંમેશા પરફેક્ટ શેપમાં જ રહે. થોડુ પણ વજન વધે તો તેઓ ચિંતામાં સરકી જાય છે અને તેમનો આત્મવિશ્વાસ ડગમગી જતો હોય છે.
સંશોધનમાં જણાવાયુ છે કે, આના કારણે તેઓ અભ્યાસ પર પુરતુ ધ્યાન નથી આપી શકતી અને વધુ પડતો સમય પોતાના લુકને સાચવવામાં કાઢતી રહે છે. જ્યારે ગર્લ્સ હોસ્ટેલમાં રહીને તેમજ ગર્લ્સ કોલેજ-ગર્લ્સ સ્કુલમાં અભ્યાસ કરતી છોકરીઓમાં પોતાના દેખાવને લઈ એટલી ચિંતા નથી રહેતી. તેઓ પોતાના અભ્યાસ પર પણ સારુ ધ્યાન આપી શકે છે. યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટેલના વૈજ્ઞાનિકો દ્વારા આ સંશોધન કરવામાં આવ્યુ છે.