વિશ્વમાં ઓમિક્રોન ખુબ ઝડપથી ફેલાઇ રહ્યું છે, આ વેરિઅન્ટ વેક્સિનને પણ પ્રભાવિત કરે છે એવો એક અહેવાલ who દ્વારા આપવામાં આવ્યો છે.દુનિયામાં ઓમિક્રોનથી છેલ્લા 24 કલાકમાં 13 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 14 લોકોના નવા વેરિઅન્ટથી મોત નિપજ્યા છે. WHO એ ફરી ચેતવણી આપી છે કે ઓમિક્રોન તબાહી મચાવી શકે છે, આ વાયરસ વીસથી ત્રીસ વર્ષની વયના યુવાનોમાં વધુ ફેલાઈ રહ્યો છે.જે ચિતાજનક બાબત છે.
અહેવાલો અનુસાર બ્રિટનમાં ઓમિક્રોનથી અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. જો કે સરકારે અત્યાર સુધી ઓમિક્રોનના માત્ર એક જ વ્યક્તિના મોતની પુષ્ટિ કરી છે.ઈઝરાયેલની સોરોકા હોસ્પિટલમાં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુ થયું છે. બે અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહ્યા પછી 60 વર્ષીય વ્યક્તિ જીવનની લડાઈ હારી ગયા હતા.અમેરિકાથી પણ એક વ્યક્તિના મોતના સમાચાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિને રસી લીધી ન હતી.
હેરિસ કાઉન્ટીના ન્યાયાધીશ લીના હિડાલ્ગોએ કહ્યું, “હું એ પણ સમજું છું કે વર્તમાન સમાચારોથી દરેકને આઘાત લાગ્યો છે, દરેક આ પ્રકારના સમાચારોથી કંટાળી ગયા છે.” પરંતુ આશંકા મુજબ, કોરોનાનું નવું સ્વરૂપ અમેરિકામાં ખુબ ઝડપથી ફેલાઇ રહ્યો છે.
અમેરિકામાં નોંધાયેલા નવા કોરોના કેસમાંથી 73 ટકા કેસ ઓમિક્રોનના છે. એક સપ્તાહની અંદર ઓમિક્રોનના કેસમાં છ ગણો વધારો થયો છે. WHOના ચીફે વિશ્વને સ્પષ્ટ ચેતવણી આપી છે,ઓમિક્રોન વાયરસ ઝડપથી પેલાય છે તેનાથી તકેદારી રાખવી ખુબ જરૂરી છે.
