દિવાળી/ માટીના કલાત્મક કોડિયાની રોશની ઝંખવાઈ, માટી કલાના કારીગરોની હાલત કફોડી 

કોરોના કાળમાં કોડિયાની માંગમાં ધરખમ ઘટાડો થતા દિવાળી ટાંણે માટીના કોડિયાની રોશની ઝંખવાઈ છે.

Gujarat Others

@ભરત સૂંદેશા,  બનાસકાંઠા

ડીસા તાલુકાના ઝેરડા ગામના માટી કલાના કસબી સલ્લુભાઈ સુમરાની મીની ફેકટરીમાં બનતા કલાત્મક માટીના કોડિયાની દેશ વિદેશમાં ભારે માંગ રહેતી હતી. જેથી તેમની દિવાળી જ નહીં, પણ વર્ષ સુધરી જતું હતું પરંતુ કોરોના કાળમાં કોડિયાની માંગમાં ધરખમ ઘટાડો થતા દિવાળી ટાંણે માટીના કોડિયાની રોશની ઝંખવાઈ છે.

people are shopping diya and light for diwali 2019 say no to Chinese lights | दिल्ली में सजा 'दीयों का मेला', लोग बोले- अबकी दिवाली मिट्टी के दीयों वाली | Hindi News,

ઝેરડા ગામના સલ્લુભાઈ સુમરાએ માટી કામના વારસામાં મળેલા વ્યવસાયને દીપાવી જાણ્યો છે. તેમની મીની ફેકટરીમાં અદ્યતન સાધનો વડે રસોઈમાં વપરાતા વાસણો સાથે પક્ષીઓ માટે પાણીના કુંડા સહિતની વિવિધ આઇટમો બને છે પણ દિવાળીમાં પ્રકાશ રેલાવતા કલાત્મક કોડિયાની દેશ વિદેશમાં માંગ રહે છે તેથી ફેકટરીમાં વર્ષ દરમ્યાન મોટાભાગે કારીગરો દ્વારા કોડિયાનું વધુ ઉત્પાદન થાય છે.

Diwali 2019: Jain saint launched a campaign to deliver earthen lamps

દેશ વિદેશમાં એકતા એન્ટરપ્રાઇઝના બેનર હેઠળ મુસ્લિમ પરિવારે બનાવેલા કલાત્મક કોડિયાનું વિશેષ આકર્ષણ રહે છે. જો કે નોટબંધી બાદ જીએસટીના કારણે માટી કામ સહિતના તમામ ગૃહ ઉદ્યોગો ઓક્સિજન ઉપર આવી ગયા હતા. તેથી બજારમાં આર્થિક મંદી પ્રવર્તતી હતી. અધુરામાં પૂરું, લોકડાઉનના કોરોના કાળે તમામ ધંધાને વેન્ટિલેટર ઉપર લાવી દીધા છે.

चीनी सामान की खरीद में आई गिरावट, कुम्हारों की चांदी

બજારમાં ભયંકર મંદી વચ્ચે લોકોની ખરીદ શક્તિ ઘટી જતાં ફેકટરીમાં કામ કરતા કારીગરોને પગાર ચૂકવવાના ફાંફા પડી રહ્યા છે જો કે દિવાળીમાં કોડિયાના માતબર વેચાણની આશા વચ્ચે ઉત્પાદન ચાલુ રાખ્યું હતું.પણ દિવાળી નજીક છે તેમછતાં કોડિયાની ઘરાકી ખુલી નથી. આ વખતે કોડિયાનું માત્ર ૫૦ ટકા જ વેચાણ હજુ સુધી થતા તેમને વ્યાપક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

दियों का महत्त्व

ત્યારે તેમને અન્ય ધંધા રોજગારની જેમ સરકાર સહાય કે સબસીડી ચૂકવે તે જરૂરી છે. કારણ સરકારના અભિયાનના કારણે લોકજાગૃતિ કેળવાતા ચીન સહિતની વિદેશી વસ્તુઓનો બહિષ્કાર થવા લાગ્યો છે અને લોકો દેશી વસ્તુઓનો આગ્રહ રાખવા લાગ્યા છે પણ માટી કામ સહિતના ગૃહ ઉદ્યોગો પરતંત્ર બની ગયા છે વેન્ટિલેટર ઉપર હાંફતા આ ઉદ્યોગોને પણ આત્મ નિર્ભર બનાવવા સરકારના વિશેષ પેકેજની તાતી જરૂરિયાત વર્તાય છે.