ગુજરાતની સુરતની એક મોટી હીરાની પેઢીએ 50 હજાર કર્મચારીઓને 10 દિવસની રજા પર મોકલવાની જાહેરાત કર્યા બાદ સંસદમાં પણ આ મુદ્દો ગુંજ્યો હતો. ગુજરાતના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે સુરતના હીરાઉદ્યોગની કટોકટીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ગોહિલે જણાવ્યું હતું કે ચીનથી આવતા સિન્થેટીક ડાયમંડના કારણે ભારતીય હીરા ઉદ્યોગના ધંધાને અસર થઈ રહી છે. ગોહિલે જણાવ્યું હતું કે અમે ચીનથી આવતા સિન્થેટીક ડાયમંડ પર અંકુશ લાવવા પોલીસી બનાવવા જણાવ્યું હતું. નીતિના અભાવે આજે ગુજરાતના સુરતના હીરા ઉદ્યોગને માઠી અસર થઈ રહી છે.
આ પણ વાંચો:સુરતમાં સુપ્રિમની અવગણના કરવા બદલ P.I. અને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દોષી ઠેરવ્યા
આ પણ વાંચો:ગુજરાતમાં પાંચ અધિકારીઓના ફરીથી થશે મેડિકલ ટેસ્ટ
આ પણ વાંચો:અમદાવાદમાં SMCએ દારૂનો જથ્થો ઝડપ્યો, બેની ધરપકડ, અન્ય ફરાર
