Ahmedabad News: અમદાવાદમાં એસએમસીએ અમદાવાદ-વડોદરા હાઈવે પર દારૂના જથ્થા સહિત રૂપિયા 10 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. તેમજ બે શખ્સોની ધરપકડ કરી નશાબંધી કાયદા અંતર્ગત ગુનો નોંધી પૂછપરછ શરૂ કરી છે.

અમદાવાદ ગ્રામ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદ – વડોદરા હાઈવે પર આવેલી એકતા હોટલની સામે પુલની છેડે જાહેર રોડ પર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. એસએમસીએ 850 લિટરની દેશી દારૂની બોટલ જેની કિંમત રૂ. 17000 છે તે ઝડપી પાડી છે. સાથે વાહન, મોબાઈલ, રોકડ જેની કિંમત 10 લાખ રૂ.થી વધુ છે તે જપ્ત કરાયેલ છે. કુલ કિંમત રૂપિયૈ 10 લાખ 18 હજાર છે.
અમદાવાદ એસએમસીએ 2 શખ્સની દેશી દારૂની હોરાફેરી દરમિયાન ઝડપી પાડ્યા છે. આરોપીઓના નામ, મૌલિક કૌશિક વ્યાસ અને મનોજ આત્રાત્વાની. દરોડા દરમિયાન બે શખ્સો ફરાર થઈ ગયા હતા. જેની શોધખોળ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો:દક્ષિણ ગુજરાતમાં ફરીથી ભારે વરસાદ પડશે, અન્ય જીલ્લાઓમાં કેવો રહેશે વરસાદ
આ પણ વાંચો:ભાવનગર LCBએ દારૂનો રૂ. 8 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો, 5ની કરી ધરપકડ
આ પણ વાંચો:વડોદરામાં દશામાંની આગમન યાત્રામાં યુવકનો ઢોર માર મારતા થયું મોત
