Not Set/ જીગ્નેશ મેવાણીએ સરકાર પર કર્યા પ્રહાર

ગાંધીનગર, બજેટ સત્રના ત્રીજા દિવસે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. ઉનાનાં પીડિતોને સામે ચાલીને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રોમિશ આપ્યું હતું કે આ પીડિત પરિવારને સરકારી નોકરી મળશે, તેમના ખેતી કરવા માટે જમીનની ફાળવણી થશે, ગામનો વિકાસ કરીશું. આ ત્રણેવમાંથી એકપણ માંગણી હજી સુધી સંતોષાઇ નથી. જ્યારે બીજી તરફ ઉનાનાં પીડિતોએ […]

Top Stories Gujarat Videos

ગાંધીનગર,

બજેટ સત્રના ત્રીજા દિવસે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. ઉનાનાં પીડિતોને સામે ચાલીને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રોમિશ આપ્યું હતું કે આ પીડિત પરિવારને સરકારી નોકરી મળશે, તેમના ખેતી કરવા માટે જમીનની ફાળવણી થશે, ગામનો વિકાસ કરીશું.

આ ત્રણેવમાંથી એકપણ માંગણી હજી સુધી સંતોષાઇ નથી. જ્યારે બીજી તરફ ઉનાનાં પીડિતોએ રાષ્ટ્રપતિને પત્ર લખવો પડ્યો કે અમને જીવન ટૂંકાવી દેવાની મંજૂરી આપો કારણ કે ગુજરાતની સરકારે તેમનું એક પણ વચન પાડ્યું નથી.

સીએમ વિજય રૂપાણીની ઇમેજ સર્વમિત્ર તરીકેની છે પરંતુ તેઓએ એકપણ પીડિત દલિતોના પરિવારની મુલાકાત નથી લીધી. તેઓ દલિત મિત્ર નથી. ભાજપનની સરકાર સૌનો સાથ સૌનો વિકાસ કહે છે પરંતુ તેમાં માઇનસ દલિત, આદિવાસી અને મુસ્લિમ.