Gujarat Weather/ ગુજરાતમાં માર્ચની શરૂઆતમાં જ હીટવેવની ચેતવણી, રાજકોટમાં 39.2°C તાપમાન નોંધાયું

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં માર્ચમાં જ ગરમીનો તાપ વધ્યો. આગામી દિવસોમાં 3-5°C વધારો અને હીટવેવની (Heatwave) શક્યતા.

Top Stories Gujarat Breaking News
Heatwave

Gujarat Weather: ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનું જોર વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરવામાં આવેલી તાજી આગાહી અનુસાર, આગામી દિવસોમાં તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે હીટવેવના (Heatwave) કિસ્સાઓમાં વધારો જોવા મળી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન રાજકોટમાં 39.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે પાંચ જિલ્લાઓમાં તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.

આ વર્ષે ઉનાળાનું અકાળ આગમન થઈ રહ્યું છે, જેમાં વાતાવરણીય પરિબળો જેવા કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને ક્લાઇમેટ ચેન્જનું મિશ્રણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. IMDના જણાવ્યા અનુસાર,માર્ચથી મે સુધીના હોટ વેધર સીઝનમાં દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન અને હીટવેવના (Heatwave) દિવસો રહેશે, જેમાં ગુજરાત અને આંધ્રપ્રદેશ જેવા વિસ્તારોમાં અલગ અલગ હીટવેવની સ્થિતિ જોવા મળશે.

ગુજરાતમાં હીટવેવ (Heatwave) સ્થિતિ!

વર્તમાન તાપમાન અને પરિસ્થિતિરાજ્યમાં ગરમ પવનોના કારણે તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.હવામાન મુજબ સૌથી વધુ તાપમાન રાજકોટ માં 39.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે અમદાવાદ, ડીસા, ગાંધીનગર, અમરેલી અને વડોદરા માં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે.તે ઉપરાંત સુરત, સુરેન્દ્રનગર, મહુવા અને કેશોદ માં 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે ભુજ, ભાવનગર અને વેરાવળ માં 36 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.રાજ્યભરમાં વધતી ગરમીને (Heatwave) કારણે બપોરના સમયે લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

આ તાપમાન સામાન્ય કરતાં 3થી 5 ડિગ્રી વધુ છે, જેના કારણે લોકોને એપ્રિલ જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં પણ તાપમાન ઝડપથી વધી રહ્યું છે, જેમાં રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને પંજાબ જેવા રાજ્યોમાં મહત્તમ તાપમાન 35થી 37 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.ગુજરાતના કોસ્ટલ વિસ્તારોમાં હોટ અને હ્યુમિડ કન્ડિશન્સ 4થી 6 માર્ચ સુધી ચાલુ રહેશે, જેના કારણે ગરમી વધુ અસરકારક બની શકે છે.

IMDના લેટેસ્ટ અપડેટ અનુસાર, માર્ચ 2026માં ગુજરાતમાં હીટવેવના (Heatwave) દિવસોની સંખ્યા સામાન્ય કરતાં વધુ રહેશે. આગામી 5 દિવસમાં તાપમાનમાં 3-5 ડિગ્રીનો વધારો થશે, અને મહત્તમ તાપમાન 35-38 ડિગ્રી આસપાસ રહેશે. મેદાની અને અંતરિયાળ વિસ્તારોમાં ગરમી વધુ પડશે, જ્યારે 90 દિવસમાં લૂ લાગવાના કિસ્સાઓ વધી શકે છે.


આ પણ વાંચો:ગુજરાતમાં પવન સાથે મિશ્ર હવામાન, દિવસે ગરમી, રાત્રે ઠંડીનો અહેસાસ

આ પણ વાંચો:ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની એન્ટ્રી, હવામાન વિભાગે જાહેર કર્યું યલો અલર્ટ, ખેડૂતોમાં ચિંતા વધી

આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી