- રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ
- વહેલી સવારે ઠંડીમાં ક્રમશ: વધારો
- આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર
- હવામાન વિભાગ દ્વારા જાહેરાત
- 10.6 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ઠંડુગાર
રાજ્યમાં લોકોને હવે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. વહેલી સવારે ઠંડીમાં વધારો નોંધાઇ રહ્યો છે. વળી જો હવામાન વિભાગની માનીએ તો આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ પણ વધશે. મેટ્રો સિટી અમદાવાદની વાત કરીએ તો અહી તાપમાન 10.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર હોવાનુ સામે આવ્યુ છે.
આ પણ વાંચો – રીલ બનાવી સર્જ્યો રેકોર્ડ ! / મિત્રએ કહ્યું હતું કે, ક્યાંય ખોવાઈ જઈશ અને આજે રીલ દ્વારા લોકોના દિલોમાં અને કાનોમાં મારો અવાજ ગુંજી રહ્યો છે
આપને જણાવી દઇએ કે, હવામાન વિભાગ દ્વારા ઠંડીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. વળી છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. શહેરો તેમજ ગામડામાં ઠંડીનું મોજું ફરી વળતા લોકો ઠુંઠવાયા છે તો રાત્રિનાં સમયે રસ્તાઓ પણ સૂમસામ જોવા મળી રહ્યા છે. જણાવી દઇએ કે, રાજ્યમાં દર વર્ષની જેમ નલિયામાં સૌથી ઓછું તાપમાન 6.8 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ડીસામાં 10 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે. તેમજ અમદાવાદમાં પણ તાપમાન 10 ડિગ્રી સુધી પારો પહોંચ્યો છે. ભુજમાં 13 ડિગ્રી સુધી ઠંડી નોંધાઈ છે. તેમજ વડોદરામાં 12.8 રાજકોટમાં 14 તો સુરતમાં 15 ડિગ્રી તાપમાન થયું છે. આજે સવારથી જ રાજ્યભરનાં અનેક સ્થળે ઠંડીનો પારો વધુ નીચે ઉતર્યો હતો અને લોકો ઠંડીમાં ઠુઠવાયા હતા. અમરેલી અને જુનાગઢમાં સીઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે તો અમદાવાદમાં પણ પારો 10 ડિગ્રીએ પહોંચ્યો છે.
આ પણ વાંચો – ઓમિક્રોનની દહેશત / વિશ્વમાં ઓમિક્રોનથી અત્યાર સુધી 14 લોકોના મોત,20 થી 30 વર્ષના યુવાનો વધુ પ્રભાવિત…
ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં તાજેતરમાં ભારે હિમવર્ષાને લઈને ઉત્તર દિશાથી ફૂંકાતા તેજ પવનોથી સમગ્ર રાજ્યભરમાં શીત લહેર છવાઈ ગઈ છે. એક તરફ રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી અનુભવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. જણાવી દઇએ કે, પ્રતિ વર્ષ શિયાળાની ઋતુમાં ઠંડા પ્રદેશ તીબેટ, ધર્મશાળા, હિમાચલ પ્રદેશ સહિતનાં વિસ્તારોમાંથી તીબેટીયન રેફ્યુજી પરિવારો ગુજરાન માટે ગરમ કપડાંનાં વેચાણ માટે ગુજરાતનાં મહેમાન બને છે. આ વર્ષે હજુ ડિસેમ્બર માસ ચાલી રહ્યો હોય તીવ્ર ઠંડીનો લોકો સામનો કરી રહ્યા છે. ત્યારે કડકડતી ઠંડીથી રક્ષણ માટે લોકો ગરમ વસ્ત્રોનો સહારો લેતા હોય છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં આ રેફ્યુઝી પરિવાર આવીને રાજ્યનાં લોકોને ગરમ વસ્ત્રોનું વેચાણ કરવા આવી પહોંચ્યા છે. ત્યારે લોકો પણ મન મૂકીને અહીથી પોતાના માટે અને પરિવાર માટે ગરમ વસ્ત્રો ખરીદી રહ્યા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
