Not Set/ હવન સામગ્રીનો ઉપયોગ કરી ધૂપ કરી ચાલો ભગાવીયે કોરોના …

મહેસાણા જીલ્લોના જોટાણા તાલુકાના જાખાશણા ગામના વિસત-ચહેર ગ્રુપ દ્વારા કોરોના મહામારી દુર કરવામાં માટે સમગ્ર ગામમાં ધૂપ કરવામાં આવ્યો છે. આ ધૂપમાં ૩૨ જાતની હવન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે વૈજ્ઞાનિક રીતે વાતાવરણની શુદ્ધિ કરે છે.

Gujarat Trending

મહેસાણા જીલ્લોના જોટાણા તાલુકાના જાકશણા ગામના વિસત-ચહેર ગ્રુપ દ્વારા કોરોના મહામારી દુર કરવામાં માટે સમગ્ર ગામમાં ધૂપ કરવામાં આવ્યો છે. આ ધૂપમાં ૩૨ જાતની હવન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે વૈજ્ઞાનિક રીતે વાતાવરણની શુદ્ધિ કરે છે.

આવતી કાલે તારીખ ૨/ ૫/ ૨૦૨૧ રવિવારના રોજ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટી ખાતે પણ સાંજે સાત વાગ્યે સમગ્ર સોસાયટીમાં વૈજ્ઞાનિક ધૂપ નું આયોજન કરવામાં આવ્યું છે. અને ગુજરાતની દરેક જનતાને કાલની તારીખમાં ઘરેઘરે આ પ્રકારના ધૂપ કરવા અપીલ કરી છે.

જેમાં ઘરગથ્થું જે કોઈ પણ વસ્તુ જેમ કે કપૂર, ગુગલ, લીમડાના પાન, લવિંગ, ઈલાયચી, તજ,  તલ, સુકું કોપરું, વિગેરે ગાયના છાણમાં અથવા લક્કડીયો કોલસામાં ઉપરોક્ત વસ્તુઓ નાખી  ઘરે ધૂપ કરવા અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આયુર્વેદ ચિકિત્સામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના નામાંકિત વૈદ્ય એવા પી વી દમણિયાસાહેબને ત્યાં ઉના મુકામે આરોગ્ય મંદિરમાં તાજેતરમાં માનવ કલ્યાણ અને આરોગ્યના હેતુસર તેમજ આપણી સનાતન ધર્મની પ્રાચીન યજ્ઞ ચિકિત્સાના માધ્યમ દ્વારા કૉરોના દર્દીઓની વિશેષ રૂપે સારવાર થઇ શકે તે માટે ત્રિ દિવસીય યજ્ઞ ચિકિત્સા યોજાય ગઇ હતી.

જેમાં વિષ્ણુ સહસ્ત્રનામ યજ્ઞ, અશ્ર્વિનો યજ્ઞ, ધનવંતરી યજ્ઞ જેવા વિશિષ્ટ યજ્ઞોના માધ્યમ દ્વારા 35 જેટલા કોરોના દર્દીઓની હાજરીમાં અનેક પ્રકારની હવન સામગ્રીઓનો ઉપયોગ કરી આહુતિઓ આપવામાં આવી.ત્રણ દિવસ દરમિયાન કોરોના દર્દીઓમાં ઘણા જ સરસ અને સુંદર પરિણામો જોવા મળ્યા. મોટા ભાગના દર્દીઓમાં ઘણો જ સુધારો જોવા મળ્યો અને રોગ પ્રતિકારક શકિતમાં વધારો જોવા મળ્યો છે.