Not Set/ ચેન્નાઇએ પંજાબને 6 વિકેટે હરાવ્યુ, દિપક ચાહર સાબિત થયો હીરો

ચેન્નઈ સપર કિંગ્સે આઈપીએલની આઠમી મેચમાં પંજાબની ટીમને 6 વિકેટે હરાવી હતી. આ મેચમાં ચેન્નાઇએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબના બેટ્સમેન પહેલા બેટિંગ કરતી વખતે એક  પછી એક આઉટ થતા ગયા

Trending Sports

ચેન્નઈ સપર કિંગ્સે આઈપીએલની આઠમી મેચમાં પંજાબની ટીમને 6 વિકેટે હરાવી હતી. આ મેચમાં ચેન્નાઇએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબના બેટ્સમેન પહેલા બેટિંગ કરતી વખતે એક  પછી એક આઉટ થતા ગયા. પંજાબે ચેન્નઈને ફક્ત 107 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે ચેન્નઈએ સરળતાથી ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

ચાહરની સામે પંજાબ તૂટી પડ્યું

ઝડપી બોલર દીપક ચાહર (4/13) ની શાનદાર બોલિંગ પર ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સને 106 રનમાં આઉટ કરી નાખી હતી. ચાહરે શાનદાર બોલિંગ કરી કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કરી આપ્યો હતો. તેણે ચાર વિકેટ લીધી હતી.

રવિ શાસ્ત્રીએ પણ કાર્ય વખાણ

ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ 4 વિકેટ લેનારા ચેન્નાઈ સુપર કિંગ્સ અને ભારતની ટી 20 ટીમના ઝડપી બોલર દિપક ચાહરની વાનખેડે સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ સાથેની મેચમાં પ્રશંસા કરી હતી. ચાહરે આ મેચમાં ચાર ઓવરમાં 13 રનમાં 4 વિકેટ લીધી હતી. દીપકે મયંક અગ્રવાલ, નિકોલસ પુરાન, ક્રિસ ગેલ અને દીપ હૂડાને આઉટ કર્યો. શાસ્ત્રીએ દીપકના શાનદાર પ્રદર્શન પર ટિ્‌વટ કર્યું હતું કે, “દીપકે શાનદાર બોલિંગ કર્યું. કેટલો તફાવત છે. બંને તરફથી સ્વીંગ. ઉત્તમ દીપક.”