Lifestyle News/ સ્ટ્રેસ અને એંગ્ઝાઇટીનો દેશી ઇલાજ, આ પાનને ચાવવાથી મન થશે શાંત, જાણીએ આયુર્વેદાચાર્યનો મત

અહિં અમે તમને અત્યંત સરળ ઉપચાર જણાવવા જઇ રહ્યાં છીએ કે જે, તણાવ અને એંગ્ઝાઇટી (ભ્રામક ચિંતાઓ)ને સત્વરે ઓછી કરીને મનને શાંત કરવામાં અસરકારક સાબિત થશે.

Trending Lifestyle

Lifestyle News: તણાવ અને એંગ્ઝાઇટી આજના સમયની સામાન્ય સમસ્યા છે. લોકો નાની વયથી જ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. એક સર્વે રિપોર્ટ મુજબ, ભારતમાં 74% લોકો સ્ટ્રેસ અને 84% લોકો એંગ્ઝાઇટી થી પીડિત છે. એનાથી કેવળ માનસિક સ્વાસ્થ્ય જ નહિં પરંતુ, ઊંઘ, મૂડ તથા સમગ્ર લાઇફસ્ટાઇલ પણ બગડી જાય છે. જો તમે પણ આ પ્રકારની તકલીફોમાંથી પસાર થઇ રહ્યાં છો તો, આ લેખ તમને મદદરુપ સાબિત થઇ શકે એમ છે. અહિં અમે તમને અત્યંત આસાન ઉપચાર જણાવવા જઇ રહ્યાં છીએ કે જે, તણાવ અને એંગ્ઝાઇટી (ભ્રામક ચિંતાઓ) ને સત્વરે ઓછી કરીને મનને શાંત કરવામાં અસરકારક છે.

આયુર્વેદ નિષ્ણાત તબીબના જણાવ્યા અનુસાર, આપણા ઘરમાં જ હાજર એવા છોડના સાધારણ પાંદડા વડે આ સમસ્યાનો કુદરતી અને અસરકારક ઉપચાર થઇ શકે છે.

આ પાન કયા છે?

આ માટે આયુર્વેદાચાર્ય તબીબ, તુલસીના પાનનું સેવન કરવાની સલાહ આપે છે. એમણે આપેલી માહિતી મુજબ, આયુર્વેદમાં તુલસીને ‘ક્વીન ઑફ હર્બ્સ’ કહે છે, કેમ કે તે એક ‘ઍડેપ્ટોજેન’ છે. આનો અર્થ એ છે કે, તે આપણા શરીરના સ્ટ્રેસ હોર્મોન્સને, વિશેષ કરીને કોર્ટિસોલ ને સંતુલિત રાખે છે, જેથી તમને તણાવની સ્થિતિમાં તરત જ રાહત મળે છે.

સાયન્સ પણ કરે છે સમર્થન

આયુર્વેદ નિષ્ણાતના જણાવ્યાનુસાર, નેપાળ અને ઑષ્ટ્રેલિયા જેવા દેશોમાં કરવામાં આવેલા એક રિસર્ચ અનુસાર, તુલસીનું નિયમિત સેવન એંક્ઝાઇટીની માત્રાને ઓછી કરે છે અને નિંદ્રાને પણ વધુ ગાઢ બનાવે છે.

કેવી રીતે લેશો ઉપયોગમાં?

તુલસીની ચા

તણાવને દૂર કરવા માટે ડૉકટર તુલસીની ચા પીવાની સલાહ આપે છે. એક કપ પાણીમાં 5-7 તુલસીના પાન, થોડુ આદુ અને તજ નાખીને 5 મિનિટ સુધી ઉકાળો. આટલું કરવા માત્રથી તમારી ચા તૈયાર થઇ જશે! તબીબના મતે, આવી ચા સ્ટ્રેસને ઓછો કરે છે અને એનાથી મન શાંત થાય છે.

તુલસીનો ઉકાળો

તમે તુલસીનો ઉકાળો બનાવીને પણ પી શકો છે. એને બનાવવા માટે 2 કપ પાણીમાં 10-12 તુલસીના પાન, આદુ, કાળા મરી અને તજ નાખો. 10 મિનિટ સુધી ઉકાળ્યા પછી એને ગાળીને પી લો. આ ઉકાળો થોડો તીખો હોય છે પણ તરત અસર કરે છે.

તુલસીના પાન ચાવવા

આ તમામ જહેમત ન કરવી હોય તો, તમે સવારમાં નરણા કોઠે 4-5 તુલસીના પાન પણ ચાવી શકો છો. જો કે, દરરોજ આમ કરવાથી બચવું જોઇએ, કારણકે એનાથી દાંતોને નુકસાન પહોંચી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: