Ganesh Chaturthi/ 2.5 કરોડના સિક્કા અને નોટોથી કર્યો ગણપતિ બાપ્પાનો શણગાર: જુઓ અદ્ભુત વીડિયો

કર્ણાટકના બેંગલુરુમાં જેપી નગર સ્થિત સત્ય ગણપતિ મંદિર પરિસરને લગભગ 2.5 કરોડ રૂપિયાના સિક્કા અને નોટોથી શણગારવામાં આવ્યું છે.

Religious Trending Dharma & Bhakti

કર્ણાટકના બેંગલુરુમાં જેપી નગર સ્થિત સત્ય ગણપતિ મંદિર પરિસરને લગભગ 2.5 કરોડ રૂપિયાના સિક્કા અને નોટોથી શણગારવામાં આવ્યું છે. સોમવારથી બેંગલુરુ અને સમગ્ર કર્ણાટકમાં ગણેશ ચતુર્થીની ઉજવણી ધાર્મિક ઉત્સાહ સાથે શરૂ થઈ છે.

ભગવાન શ્રીગણેશના આશીર્વાદ મેળવવા માટે ભક્તો મંદિરો અને પંડાલોની મુલાકાત લઈ રહ્યા છે. અનોખા શણગારને કારણે સત્યગણતી મંદિર ભક્તોનું ધ્યાન ખેંચી રહ્યું છે. ટ્રસ્ટીઓના જણાવ્યા અનુસાર, આ મંદિરનું સંચાલન કરી રહેલા ગણપતિ શિરડી સાંઈ ટ્રસ્ટે 5, 10 અને 20 રૂપિયાના સિક્કાની માળા તૈયાર કરી છે. આ સાથે 10,20,50,100,200 અને 500ની નોટોના માળા પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ તોરણોની કિંમત લગભગ 2.5 કરોડ રૂપિયા છે.

એક ટ્રસ્ટીએ જણાવ્યું કે લગભગ 150 લોકોની ટીમે એક મહિના દરમિયાન મંદિરને સિક્કા અને નોટોના માળાથી શણગાર્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, આ માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને સીસીટીવી દ્વારા પણ દેખરેખ રાખવામાં આવી રહી છે. સિક્કાઓનો ઉપયોગ કરીને કલાત્મક નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં ભગવાન ગણેશ, ‘જય કર્ણાટક’, ‘રાષ્ટ્રપ્રથમ’, ‘વિક્રમ લેન્ડર’, ‘ચંદ્રયાન’ અને ‘જય જવાન જય કિસાન’નો સમાવેશ થાય છે. એક ટ્રસ્ટીએ જણાવ્યું કે નોટો અને સિક્કાઓથી બનેલો આ શણગાર એક સપ્તાહ સુધી રહેશે.

આ પણ વાંચો: New Parliament House/ સંસદોના ફોટો સેશન દરમિયાન ગુજરાતના ભાજપના સાંસદ અચાનક બેહોશ થયા: Video

આ પણ વાંચો: Parliament Special Session/ આજથી નવા ભવનમાં સંસદની કાર્યવાહી શરૂ થશે, 4 બિલ રજૂ કરાશે

આ પણ વાંચો: New Parliament Building/ PM મોદી આજે નવી સંસદમાં પ્રવેશ કરતી વખતે બંધારણનું પુસ્તક હાથમાં લેશે,જાણો શું છે કાર્યક્રમ