કોરોનાની બીજી લહેરે મહારાષ્ટ્રની હાલત ભયંકર કરી દીધી છે.પ્રતિદિન કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. 64 હજાર નવા સંક્રમણના કેસો રાજ્યમાં નોંધાયા છે અને 400 લોકોનું કોરોનાને લીધે મોત થયાં છે તેના લીધે સરકાર ગંભીર બની છે ,સરકારે કોરોના કંટ્રોલમાં લેવા માટેપહેલા નાઇટ કફર્યુ ત્યારબાદ વીકેન્ડ લોકડાઉન અને મિની લોકડાઉન લગાવ્યા છતા પણ રાજ્યની સ્થિતિ અતિ ખરાબ છે. જેના લીધે મહારાષ્ટ્રના ઉપમુખ્યંત્રી અજિત પવારે કહ્યું કે મિની લોકડાઉન હોવા છંતા પણ પરિસ્થિતિ વણસેલી છે .જો આવી જ હાલત રહેશે તો સંપૂર્ણ લોકડાઉન લગાડવામાં આવશે.
અજિત પવારે વધુમાં કહ્યું હતું કે કોવિડ સામેની લડાઇમાં લોકોએ સહકાર આપવો પડશે લોકો મિની લોકડાઉનની ગાઇડલાઇનનો પાલન પોતાની નૈતિકતાથી કરે. ઘણાબધા લોકો નિયમોનો ઉલ્લંઘન કરી રહ્યા છે.જાે પરિસ્થિતિ ખરાબ રહેશે તો પૂર્ણ લોકડાઉન લગાડવો પડશે.
