દાહોદ
દાહોદના સંજેલીના ઇટાડીમાંથી નકલી નોટ ઝડપાઇ છે. દાહોદ SOG પોલીસે બાતમીના આધારે 1 લાખ 74 હજારની નકલી નોટો ઝડપી પાડી. મળતી માહિતી મુજબ સંજેલીથી અમદાવાદ કારમાં જતા ત્રણ વ્યક્તિ પાસેથી નકલી નોટો પકડાઇ હતી.
દાહોદ જિલ્લા પોલીસ વડા પ્રેમ વીર સિંહ દ્વારા sog ચાર્ટર લગતી કામગીરી કરી ગેર કાયદે હથિયારો, નકલી નોટો અને NDPS ની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી કામગીરી કરવાની સૂચના આપતા દાહોદ જિલ્લા sog પી.આઈ. એન.જે. પંચાલે ટિમના માણસો સાથે રાખી નાકાબંદી કરી હતી તે દરમિયાન તેઓને sog ની ટીમે રોકી પૂછપરછ કરી તપાસ કરતા તેઓની ગાડી માંથી 1,74,700નકલી ચલણી નોટો ઝડપાઇ હતી.
સંજેલીના ઇટાડી ગામે sog ની ટીમે જે કાર્યવાહી કરી છે તેમાં મહારાષ્ટ્ર પાસિંગની એક SUV અને આ ત્રણ યુવાનો પૈકી જીગ્નેશ પટેલ, દેવેન્દ્ર પરમાર ગાંધીનગર, જુબિન પટેલ પાસેથી 2000ના દરની 25, 500 ના દરની 71 અને 200 ના દરની 47 નોટો કુલ મળી રૂપિયા 1,74,900 અને મોબાઈલ અને ક્રેટા કાર મળી કુલ 5 લાખનો થી વધુનો
મુદ્દામાલ કબ્જે કરી સઘન પૂછપરછ કરતા તેઓ આ નકલી નોટો તેમને મહારાષ્ટ્રના એક ઇસમે આપી હોવાનું જણાવ્યું હતું અને દાહોદમાં ઢાળસિમળ ગમે આ નોટો એકની ડબલ કરવા માટે આવ્યા હતા અને પોલિસે આ ત્રણે આરોપીને ઝડપી લીધા છે અને આગળની પૂછપરછ હાથ ધરી છે.
