Ahmedabad News: અમદાવાદમાં ચાલી રહેલા ગરબા દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી. ઓગણજના મંડળી ગરબામાં સવારે સવા છ વાગે કે બે જૂથો વચ્ચે સામસામે અથડામણ થતાં અજાણ્યા શખ્સોએ હવામાં ફાયરિંગ કર્યું હતું. શહેરમાં ચાલી રહેલા ગરબા દરમિયાન ફાયરિંગ થયું હતું.
ઓગણજના પ્રખ્યાત ગરબા મંડળમાં સવારે સવા છે વાગે બે જૂથ વચ્ચે અથડામણ થયા બાદ અજાણ્યા લોકોએ હવામાં ગોળીબાર કર્યો હતો. મોડી રાત્રે મંડળી ગરબામાં બે જૂથો વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી. જેમાં 70 જેટલા લોકોએ 10 યુવકોને માર માર્યો હતો. સિક્યોરિટી ગાર્ડે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું, જે બાદ વિવાદ વધી ગયો. ઘટના બાદ સોલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદ શહેરમાં ચાલી રહેલા ગરબા દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી. ઓગણજમાં આયોજિત મંડળી ગરબામાં ફાયરિંગ થયું હતું. વહેલી સવારે બે જૂથ વચ્ચે અથડામણ બાદ અજાણ્યા શખ્સોએ હવામાં ગોળીબાર કર્યો હતો. ફાયરિંગની ઘટના બાદ મંડળી ગરબાના આયોજકોએ ગરબા અટકાવવા પડ્યા હતા.
ફાયરિંગ સમયે ઘણા લોકો ગરબા રમી રહ્યા હતા. હાજર સુરક્ષાકર્મીઓએ ગરબા સ્થળ પરથી ફાયરિંગ કરનારાઓનો પીછો કર્યો હતો. શહેરના એક પીઆઈને આયોજક સાથે સારા સંબંધો છે. સંગઠનના સંચાલક સૌરાષ્ટ્રના એક ધારાસભ્યના નજીકના સંબંધી છે. ફાયરિંગની ઘટના બાદ સોલા પોલીસ મૂંઝવણમાં જોવા મળી હતી. ફાયરિંગ થયું છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે. સોલા પોલીસે પાર્ટી સ્થળના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. આયોજકોએ આઇએએસ-આઇપીએસ અધિકારીઓ અને ભાજપના નેતાઓનો સંપર્ક કર્યો છે. ગરબા સ્થળ પર થયેલા ગોળીબારની જાણ કરવાને બદલે આયોજકો અને પોલીસ અધિકારીઓએ મામલો દબાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો.
ગરબામાં ખુલ્લેઆમ ગોળીબાર કરનાર હર્ષદીપ રાણાના પિતા અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન અને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે અને સ્પેશિયલ બ્રાન્ચમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે કામ કરી ચૂક્યા છે. સ્પેશિયલ બ્રાન્ચમાં કાર્યરત એસીપી એમ.કે. રાણાને તત્કાલિન પોલીસ કમિશનરની ખાલી પડેલી જગ્યા પર ખૂબ જ ખાસ ચાર્જ સોંપવામાં આવ્યો હતો. એમ.કે. રાણા બે વર્ષ પહેલા ગાંધીનગર એસડીપીઓના પદ પરથી નિવૃત્ત થયા હતા અને હાલમાં તેઓ એનએફએસયુમાં સુરક્ષા અધિકારી તરીકે કાર્યરત છે.
આ પણ વાંચો: અમદાવાદ, વડોદરા અને રાજકોટના 59 ગરબા આયોજક પાસે ફાયર NOC નથી,ઓર્ગેનાઇઝરો અસમંજસમાં
આ પણ વાંચો: અમદાવાદમાં ખેલૈયાઓએ જીવના જોખમે રમવા પડશે ગરબા, માત્ર 21 NOC ક્લિયર કરાઈ
આ પણ વાંચો: અમદાવાદમાં ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જાહેર; ફરજિયાત આ 20થી વધુ નિયમો પાળવા પડશે
