ગુજરાત : રાજ્યમાં બદલીઓના દોરની શરૂઆત થઈ ગઈ છે. અધિકારીઓ અને મામલતદારોની બદલી બાદ હવે આચાર્યોની બદલીઓ કરવામાં આવી છે. રાજ્યમાં 5 સરકારી ઇજનેરી કોલેજમાં આચાર્યોની નિમણૂંક કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીને લઈને રાજ્યમાં સામાન્ય વિભાગથી લઈને વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગમાં બદલીઓની મોસમ પૂરબહારમાં ખીલી છે. રાજ્યમાં લાંબા સમયથી કેટલીક સરકારી ઇજનેરી કોલેજમાં આચાર્યોની જગ્યા ખાલી હતી. તંત્રને હવે આ વાત ધ્યાન પર આવતા 5 ઇજનેરી કોલેજમાં આચર્યોની બદલી કરાઈ. આ કોલેજમાં અમદાવાદની બે સરકારી કોલેજ, ભાવનગરની બે સરકારી કોલેજ અને પાટણની એક સરકારી કોલેજમાં આચાર્યોની નિમણૂક કરાઈ.
રાજ્યમાં 5 સરકારી ઇજનેરી કોલેજમાં આચાર્યોની નિમણૂંક થતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી. કોલેજમાં આચાર્યોની નિમણૂંક થતા હવે તથાકથિત કોલેજમાં સંબંધિત મુદ્દાઓનો ઉકેલ આવી શકે તેવું વિદ્યાર્થી યુનિયન અપેક્ષા છે. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજ અને વિશ્વકર્મા કોલેજમાં અનુક્રમે ડો.નિલય ભૂપતાણી અને ડો.વિનય પુરાણીની આચાર્ય તરીકે નિમણૂંક કરાઈ. જ્યારે ભાવનગરની 2 સરકારી ઇજનેરી કોલેજમાં વિદ્યાનગર ખાતે આવેલ કોલેજમાં ડો.મંગળ ભટ્ટ અને શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજમાં ડો.ઘનશ્યામ વડોદરિયા અને પાટણની સરકારી ઇજનેરી કોલેજમાં ડો.ભરત શાહની આચાર્ય તરીકે નિમણૂંક કરાઈ.
લોકસભા ચૂંટણીને પગલે રાજ્યમાં બદલીનો દોર શરૂ થયો છે. સામાન્ય વહીવટ વિભાગમાં 50 આઈએએસ અધિકારીઓની બદલી કરી. જેમાં મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત 38 ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકરારીઓ, 12 GAS કેડરના અધિકારીઓની સાથે રેવન્યુ વિભાગ દ્વારા 29 મામલતદારોની પણ બદલીઓ કરવામાં આવી. આગામી લોકસભા ચૂંટણીને લઈને અત્યારે રાજ્યમાં તમામ વિભાગના અધિકારીઓ ક્યારે અચાનક બદલી થશે તેને લઈને ચિંતિત છે.
આ પણ વાંચો :મધ્યપ્રદેશ/મધ્ય્પ્રદેશના હરદા ફેકટરીમાં વિસ્ફોટ કેસમાં મુખ્ય આરોપી રાજેશ અગ્રવાલની ધરપકડ
આ પણ વાંચો : મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન હરક સિંહ રાવતના ઘરે EDના દરોડા
આ પણ વાંચો :Bharat Rice/મોદી સરકારે મોંઘવારીને લઇને લીધો મોટો નિર્ણય, Bharat Rice લોન્ચ કર્યા
