Junagadh News: અનુસૂચિત જાતિના યુવકનું અપહરણ કરીને તેના કપડા ઉતારવા અને તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાના ગંભીર કેસના આરોપી ગણેશ જાડેજાની રિમાન્ડની અરજી કોર્ટે ફગાવી દીધી છે. પોલીસે ગણેશની 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે રિમાન્ડ આપવાનો ઇન્કાર કરતા આરોપીને હવે જેલ હવાલે કરાયો છે.
અગાઉ જૂનાગઢમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ દ્વારા અનુસૂચિત જાતિના યુવકને માર મારવાની ઘટના સામે અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે અનુસૂચિત જાતિના લોકો દ્વારા ધોરાજીના નાયબ કલેકટરને ફરિયાદ કરી ગણેશ જાડેજાની ધરપકડની માગ કરવામાં આવી હતી. જો ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.
મહત્વપૂર્ણ છે કે, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા એનએસયૂઆઇ પ્રમુખ અને અનુસૂચિત જાતિના આગેવાન સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જ્યારબાદ તેને ગોંડલના ગણેશ ગઢ ખાતે લઇ જઇ તેના કપડા કાઢી તેને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ તેને માર મારતો વીડિયો બનાવી આ વીડિયોને વાયરલ કરવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં ગરમીનો હાહાકાર, 13 જ દિવસમાં 72નાં મોત
આ પણ વાંચો: જૂનાગઢ કાર અને બાઇકનો અકસ્માત: બેના મોત
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોપલમાં અનધિકૃત બાંધકામ સામે ઝુંબેશ
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને મામલે ગેમઝોનના માલિકનો SIT સમક્ષ મોટો ધડાકો, ભાજપના કોર્પોરેટરે 1.5 લાખ લઈ
