ભારે વરસાદ/ અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ

શહેરના આંબાવાડી, સાઉથ બોપલ, એસજી હાઈવે, વસ્ત્રાપુરમાં વરસાદ વરસ્યો છે. ત્યાં જ શહેરના એસજી હાઇવે પર પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.

Gujarat

ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના આંબાવાડી, સાઉથ બોપલ, એસજી હાઈવે, પ્રહલાદ નગર, વેજલપુર, જીવરાજપાર્ક, પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.અમદાવાદ શહેરમાં આજે સમી સાંજે અચાનકથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના પછી શહેરના તમામ વિસ્તાર પર કાળાડીબાંગ વાદળો ઘેરાયા હતા અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના આંબાવાડી, સાઉથ બોપલ, એસજી હાઈવે, વસ્ત્રાપુરમાં વરસાદ વરસ્યો છે. ત્યાં જ શહેરના એસજી હાઇવે પર પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક કલાકમાં શહેરના ચાંદલોડિયા, બોડકદેવ, જોધપુર સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા,છેલ્લા એક કલાકમાં ભારે વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયું હતું. હાલમાં શહેરમાં રીમઝીમ વરસાદ પડી રહ્યો છે