Bhavnagar News: ભાવનગર (Bhavnagar) લોકલ ક્રાઈમ બ્રાન્ચની (Local Crime Branch) ટીમને શહેરના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ (Petrolling) દરમિયાન મળેલી ચોક્કસ માહિતી આધારે ચાવડીગેટ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ એલસીબીની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન મળેલી ચોક્કસ માહિતી આધારે ચામડી ગેટ ચોકમાં રસ્તે પસાર થઈ રહેલ કાર્ડ નંબર જી-જે-04-ઈઈ-2139 ને અટકાવી કાર ચાલકને બહાર બોલાવી નામ સરનામું પૂછવા સાથે કારની તપાસ હાથ ધરી હતી. અટકાયત કરાયેલા શખ્સે પોતાનું નામ રાજદીપ ઘનશ્યામભાઈ ગોહિલ, ઉંમર વર્ષ 35, ગામ તાલુકો ઘોઘાવાળો હોવાનું જણાવ્યું હતું. તથા કારમાંથી વિના પાસ પરમીટે ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 168 બોટલ મળી આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચે દારૂ અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે ઘોઘા રોડ પર મોટા શીતળા માતાના મંદિર પાસે રહેતા રામદેવ ગુમાનસિંહ ગોહિલ તથા મુકેશ ઉર્ફે મેક્સી બુધા બારૈયા રહે સીતારામ સોસાયટી તરસમીયા વાળાએ આ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાને કેફિયત આપી હતી આથી એલસીબીએ ઇંગ્લિશ દારૂ કર એક મોબાઈલ મળી કુલ રૂપિયા 7,81,832નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી તથા મુદ્દામાલ એ-ડિવિઝન પોલીસને હવાલે કરી રાજદીપ રામદેવ અને મુકેશ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ (Prohibition Act) હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક રાતમાં બે અલગ અલગ જગ્યાએથી 23 લાખ કરતા વધારે કિંમતનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. જે ભાવનગર ઘોઘારોડ પોલીસ મથક વિસ્તારમાં બે જગ્યાએ સપ્લાય થવાનો હતો. પરંતુ લોકલ ક્રાઈમ બ્રાન્ચે વહીવટદારો સહિત બુટલેગરોના પ્લાન પર પાણી ફેરવી દીધું. ત્યારે જોવાનું એ રહ્યું. ભાવનગર પોલીસ અધિક્ષક હવે ઘોઘારોડ પોલીસની નિષ્ક્રિયતાને લઈને કોઈ કાર્યવાહી કરશે કે નહીં.
@હિરેન
આ પણ વાંચો:દારૂ છુપાવવા બુટલેગરનો નવો કિમીયો, મંદિરની નીચે ભોંયરામાં છૂપાવ્યો દારૂ
આ પણ વાંચો:રાજકોટના વિંછીયા તાલુકામાં મોટા જથ્થામાં વિદેશી દારૂ ઝડપાયો
આ પણ વાંચો:જામનગરના મોટા થાવરીયા ગામમાં 15 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો
