Ahmedabad News/ દારૂ છુપાવવા બુટલેગરનો નવો કિમીયો, મંદિરની નીચે ભોંયરામાં છૂપાવ્યો દારૂ

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના ઘરમાં મંદિરની નીચે ભોંયરામાં દારૂ છૂપાવ્યો હતો, પોલીસે શોધખોળ કરીને 50 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Gujarat Ahmedabad

Ahmedabad  News : દારૂ છુપાવવા માટે બુટલેગરો અવનવા કિમીયા શોધી રહ્યા છે. ત્યારે અમદાવાદના કૃષ્ણનગરમાં ગોપાલસિંહ નામના બુટલેગરે દારૂ છુપાવવા માટે એવી જગ્યા શોધી કાઢી કે પોલીસ પણ ચોંકી ગઈ હતી. ગોપાલસિંહે પોતાના ઘરમાં મંદિરની નીચે ભોંયરું બનાવી તેમાં દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો.

બાતમીના આધારે ક્રાઈમબ્રાંચે ગોપાલસિંહના ઘરે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે મંદિર નીચે બનાવેલા ભોંયરામાંથી દારૂનો મોટો જથ્થો શોધી કાઢ્યો હતો. પોલીસે દારૂ સહિત રૂ.50,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલમાં પોલીસ ગોપાલસિંહની શોધખોળ કરી રહી છે. તેમજ દારૂ મંગાવનાર અને સપ્લાય કરનારની પણ તપાસ ચાલુ છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે બુટલેગરો દારૂ છુપાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. ત્યારે પોલીસ પણ આવા બુટલેગરોને પકડવા માટે સતત પ્રયાસો કરી રહી છે.

અગાઉ પણ, બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂ ઘુસાડવામાં આવ્યો હતો. પોલીસની સઘન ચેકીંગના કારણે બુટલેગરોએ નવા કિમીયા અપનાવ્યો હતો. થરાદના પાતિયાસરા ગામેથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ દારૂ મોટી પાણીની ટાંકી નીચે છુપાવવામાં આવ્યો હતો. પાણીની ટાંકી નીચે વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો. આમ જોઈએ તો બુટલેગરો દારૂ છૂપાવવા અવનવા કિમીયાઓ કરતા હોય છે, પરંતુ પોલીસ તેમે શોધખોળ કરીને પોલ ખોલતી હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હેલ્મેટ ડ્રાઇવના પ્રથમ દિવસે 98.96% સરકારી કર્મચારીઓએ નિયમનો કર્યો અમલ

આ પણ વાંચો:હેલ્મેટ નહિ પહેરેલા સરકારી કર્મચારી સામે થશે દંડનીય કાર્યવાહી, રાજ્ય પોલીસ વડાનો આદેશ

આ પણ વાંચો:ગયા વર્ષે અકસ્માતમાં હેલ્મેટ વિના 2767 જણાએ જીવ ગુમાવ્યા