#​​Ahmedabad/ AMC માં મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની કરાઈ બદલી

સ્ટેન્ડીંગ કમિટીએ બદલીની સત્તા કમિશરને આપી હતી, કમિશનરે 20 આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને 8 ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની બદલી કરી.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગુરુવારે મોટા ફેરફારો જોવા મળ્યા છે. મ્યુનિસિપલ કમિશનરે 20 આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને 8 ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની બદલી કરી છે. આ બદલીઓ છેલ્લા પાંચ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોથી લઈને અનેક અધિકારીઓની બદલી કરવાની માંગ ઉઠી હતી ત્યારે એક સાથે મિશનરે તમામ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની બદલી કરી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષોથી એક જ જગ્યાએ અનેક અધિકારીઓ ફરજ બજાવે છે જેના કારણે અનેક કૌભાંડોથી લઈને કામગીરી પર અસર પડતી હોવા અંગેની ફરિયાદો મળી હતી. સ્ટેન્ડિંગ કમિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હોય તેવા અધિકારીઓની બદલીઓ કરવા માટેની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી હતી. જેના પગલે એક જ અઠવાડિયામાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 20 જેટલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની અને 8 જેટલા ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની બદલીઓનો હુકમ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે.

જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પાસે બે જેટલા વોર્ડ હતા તેમને ત્રણથી ચાર વોર્ડ આપવામાં આવેલા છે. જ્યારે જેઓની પાસે બે વોર્ડ હતા તેઓને માત્ર એક જ વોર્ડની જવાબદારી સોંપવામાં આવેલી છે. આરોગ્ય વિભાગમાં જન્મ- મરણ વિભાગમાં ડો. દિવ્યાંગ ઓઝાની અનેક ફરિયાદો મળી હતી જેના પગલે તેઓને બદલીને ડો. તેજસ શાહને જવાબદારી સોંપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટા પાયે ફેરફારોઃ 171 અધિકારીઓની બદલી

આ પણ વાંચો: અમદાવાદના પોલીસ કમિશનરનો સપાટો : 19 વહાવટદારોની “કે કંપનીમાં”બદલી

આ પણ વાંચો: રાજ્યના HTAT મુખ્ય શિક્ષકો માટે આવ્યા સારા સમાચાર, ઓફલાઈન જિલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન